Charotar Sandesh
બોલિવૂડ

‘ઈન્દૂ કી જવાની’ ફિલ્મ ૫ જૂનના રોજ રિલીઝ થશે…

મુંબઈ : કિઆરા અડવાણીએ તેની અપકમિંગ ફિલ્મ ‘ઈન્દૂ કી જવાની’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શરૂ થઇ ગયું છે. આ ફિલ્મમાં કિઆરાની સાથે આદિત્ય સીલ લીડ રોલમાં છે. આ ફિલ્મથી બંગાળી રાઇટર-ડિરેક્ટર અબીર સેનગુપ્તા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મને મોનિશ અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મ આવતા વર્ષે ૫ જૂનના રોજ રિલીઝ થશે.
ફિલ્મની સ્ટોરી ઈન્દૂના એડવેન્ચર પર આધારિત છે જે તે ડેટિંગ એપ પર અજાણતા જ લેફ્ટ અને રાઈટ સ્વાઇપ કરીને નોતરે છે. ફિલ્મમાં કિઆરા ગાઝિયાબાદની જીવંત છોકરી ઈન્દૂ ગુપ્તાના રોલમાં છે. ફિલ્મમાં તેના ‘ડેટિંગ સ્યાપા’ને બતાવવામાં આવશે. ફિલ્મમાં કિઆરા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની છોકરીના કેરેક્ટરમાં છે માટે તેની બોલી પણ અલગ પ્રકારની જ હશે. કેરકેટરમાં ફિટ બેસે એવી બોલી શીખવા માટે કિઆરાએ ક્લાસ કર્યા છે.

Related posts

પરિણિતા ચોપડાએ થોડા સમય માટે સોશિયલ મિડિયાને અલવિદા કહ્યુ…

Charotar Sandesh

સુશાંતની મોત પાછળ કોની ચાલ છે એ હું જાણું છુ : શેખર કપૂરનો ધમાકો

Charotar Sandesh

કોરોના વાયરસથી બચવા દિલિપ કુમારને આઇસોલેશન હેઠળ રખાયા…

Charotar Sandesh