આણંદ : કારતક સુદ અગિયારસના દિવસે મુકાયેલા વિચારને અમલમાં મુકતાં આજે તાલુકા મથક ઉમરેઠમાં પ્રેસ ક્લબ ઓફ ઉમરેઠની શ્રી સંતરામ મંદિરના ગાદીપતિ પૂ.ગણેશદાસજી મહારાજની સ્થાપના કરવામાં આવી હતી.
જેમાં પ્રમુખપદે નિમેષ ગોસ્વામી, ઉપપ્રમુખ પદે કૌશલ પંડ્યાની વરણી કરવામાં આવી હતી. તેમજ મંત્રી પદે પંકજ શ્રીધપ, સહમંત્રી પદે પરેશ દોશી તથા ગનીભાઈ વ્હોરાની ઉપરાંત સભ્યો તરીકે ઈમરાન કાજી, વાહીદ પઠાણ અને રફીક દીવાનની નિમણૂંક કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગણેશદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા કે ઉમરેેઠ પ્રેસ ક્લબ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સત્ય બહાર લાવવા સાથે સામાજિક કાર્યો કરે ત્યારબાદ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહ, મહામંત્રી પ્રકાશ પટેલ, કોષાધ્યક્ષ રાકેશ શાહ તેમજ વિમલ પટેલે પ્રેસ ક્લબને શુભેચ્છા વ્યક્ત કરી હતી.