Charotar Sandesh
ઈન્ડિયા

એર ઇન્ડિયા ચલાવવી અસંભવ, દરરોજ ૧૫ કરોડનું નુકસાન : નાગરિક ઉડ્ડયન મંત્રી

ન્યુ દિલ્હી,
જાહેર ક્ષેત્રની વિમાન કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ નક્કી છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સદનને આપી છે. એમણે રાજ્યસભામાં જણાવું કે, એર ઇન્ડિયાને હવે ચલાવવી અસંભવ છે. દરરોજ આપણે ૧૫ કરોડ રૂપિયાનું નુકશાન આવી રહ્યું છે. બીજી બાજુ ૨૦ વિમાનની અછતનો સામનો કરવો પડે છે. માટે આપણે પરિસ્થિતિમાં સુધારો કરવા વિનિવેશ (રોકાણ કરેલા પૈસા પાછા લેવા) કરવાની જરૂર છે.

આ પહેલી વખત છે કે, સરકાર સ્પષ્ટ રીતે એર ઇન્ડિયાના ખાનગીકરણ માટે ખુલ્લીને સામે આવી હોય. આ પહેલાં સરકાર એર ઇન્ડિયાના વિનિવેશનો ઘણા પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિનિવેશએ રોકણ કરતા અલગ હોય છે રોકાણમાં રૂપિયા રોકવામાં આવે છે જ્યારે વિનિવેશમાં રૂપિયાને પાછા લઈ લેવાના હોય છે.
એર ઇન્ડિયાને ચાલુ નાણાકીય વર્ષમાં ૯,૦૦૦ કરોડ રૂપિયાનું દેવુ ચુકવવાનું છે. કંપનીએ સરકાર પાસેથી મદદ પણ માગી હતી, પરંતુ એનો અસ્વિકાર કરવામાં આવ્યો. સરકાર આ કંપનીની ૭૬ ટકા ભાગીદારીને વેચવા માગે છે.

ઉડ્ડયનમંત્રીનું કહેવું છે કે, પાકિસ્તાની એર સ્પેસ પર પ્રતિબંધ જેના કારણે નુકશાન થયું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ આત્મઘાતી વિસ્ફોટ થયો ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાથી ભારતીય ફ્લાઇટને પાકિસ્તાની એર સ્પેસ પર પ્રતિબંધ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કારણે એર ઇન્ડિયાને ૩૦૦ કરોડથી વધુ રકમનું નુકશાન થયું છે.

Related posts

લોકકડાઉન છતાં સરકારને જૂનમાં જીએસટી પેટે ૯૦,૯૧૭ કરોડની આવક થઇ…

Charotar Sandesh

યુવાઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકારઃ અલ્હાબાદ હાઇકોર્ટ

Charotar Sandesh

દુનિયામાં સૌથી વધુ કોરોના ટેસ્ટ દિલ્લીમાં, અમે આપ્યો હોમ આઈસોલેશનનો આઈડિયા…

Charotar Sandesh