મુંબઇ : કંગના રનૌતની સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ ‘પંગા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અશ્વિની ઐયર તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા, જેસી ગિલ, પંકજ ત્રિપાઠી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં કંગનાએ જયા નિગમનો રોલ પ્લે કર્યો છે.
ફિલ્મની વાર્તા એક એવી માતાની છે, જે ફરી એકવાર પોતાના સપનાઓ જીવવા માગે છે. એક સમયે જયા રેલવે તરફથી કબડ્ડી રમતી હતી. ૩૨ વર્ષની ઉંમરમાં જયાના એક બાળકની માતા છે પરંતુ તેને હજી પણ કબડ્ડી રમવાની ઈચ્છા છે. જયાને જ્યારે તેના દીકરા તથા પતિનો સપોર્ટ મળે છે ત્યારે તે ફરી એકવાર કબડ્ડી રમવાનો નિર્ણય લે છે. તે ભોપાલ તરફથી કબડ્ડી રમે છે અને પછી દેશ માટે. લાગણીના ઉતાર-ચઢાવથી ભરેલી આ ફિલ્મનું ટ્રેલર ઘણું જ દમદાર છે. જોકે, આ ફિલ્મ ‘મેરી કોમ’ની યાદ અપાવે છે.