Charotar Sandesh
વર્લ્ડ

કેનેડાની એટવુડ અને બ્રિટનની એવરિસ્ટોને સંયુક્ત રીતે બુકર પ્રાઇઝથી સન્માનિત કરાયા…

૩૦ વર્ષમાં પહેલીવાર આ પુરસ્કારને સંયુક્ત રીતે બે લોકોને અપાયું…

USA : લેખનના ક્ષેત્રમાં અપાતુ પ્રતિષ્ઠિત બુકર અવૉર્ડના વિજેતાઓના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. આ વર્ષનુ પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ માર્ગારેટ એટવુડ અને બર્નરડાઈન એવરિસ્ટોને સંયુક્ત રીતે આપવામાં આવ્યુ છે. બંનેને સાહિત્ય ક્ષેત્રેમાં આ પુરસ્કારને સંયુક્ત રીતે આપવામાં આવ્યુ છે. છેલ્લા ૩૦ વર્ષમાં એવુ પહેલી વાર થયુ છે કે આ પુરસ્કારને સંયુક્ત રીતે બે લોકોને આપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે એટવુડને તેમના ઉપન્યાસ ધ હેંડમેડ્‌સ ટેલ અને એનરિસ્ટોને ગર્લ, વુમેન, અધર માટે આ પુરસ્કાર આપવામાં આવ્યુ છે. આ વખતે બુકર અવૉર્ડની ખાસ વાત એ છે કે આ પહેલી વાર કોઈ અશ્વેત બ્રિટિશ મહિલાનો આપવામાં આવ્યુ છે.
કેનાડાના લેખિકા એટવુડે બુકર પ્રાઈઝ બે વાર જીતીને મોટુ કીર્તિમાન પોતાના નામે કર્યુ છે. બુકર પ્રાઈઝ જીતનાર તે સૌથી વૃદ્ધ મહિલા બની ગઈ છે. આ પહેલા વર્ષ ૨૦૦૦માં પણ તેમણે બુકર પ્રાઈઝ જીત્યુ હતુ. પોતાના પુસ્તર ધ બ્લાઈંડ અસેસિન માટે એટવુડને બુકર પ્રાઈઝ મળ્યુ હતુ. બે વાર બુકર પ્રાઈઝ આજ સુધી કુલ ચાર લોકોને મળ્યુ છે જેમાં એટવુડે બીજીવાર આ સફળતા મેળવી છે.
તમને જણાવી દઈએ કે બુકર પ્રાઈઝ દર વર્ષે મૌલિક અંગ્રેજી ઉપન્યાસ માટે આપવામાં આવે છે. વર્ષ ૨૦૦૮માં તેને ભારતીય લેખક અરવિંદ અડીકાને આપવામાં આવ્યુ હતુ. આજ સુધી કુલ ૫ ભારતીય મૂળના લોકોને આ પુરસ્કાર મળ્યુ છે.

  • Yash Patel

Related posts

…તો ન્યૂયોર્કથી દિલ્હી પહોંચાડશે આ વિમાન માત્ર આઠ કલાકમાં..!!

Charotar Sandesh

ઇંગ્લેન્ડની પીચ પર હાર્દિક પંડ્યા ભારતીય ટીમનું ટ્રમ્પ કાર્ડ સાબિત થશે ઃ શેન વોર્ન

Charotar Sandesh

અમેરિકાએ એફ-૧૬ ફાઇટર પ્લેન મુદ્દે પાકિસ્તાનને બરાબર લતાડ્યું…

Charotar Sandesh