જો કે કોઇ જાનહાનિ થઇ નહોતી, અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા…
કેલિફોર્નિયા,
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં શુક્રવારે મધરાતે 7.1ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. હજુ તો ચોવીસ કલાક પહેલાં આ વિસ્તારમાં 6.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
પહેલા આંચકા બાદ 1400 આફ્ટરશૉક આંચકા નોંધાયા હતા એમ અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું. આ ભૂકંપનું કેન્દ્ર રીજક્રેસના ઇશાન (ઉત્તર પૂર્વ) ખૂણે 11 માઇલ દૂર હતું.એટલે કે લોસ એંજલ્સથી 150 માઇલ દૂર આ કેન્દ્ર હતું.
સ્થાનિક લોકોએ મિડિયાને કહ્યું હતું કે લગભગ વીસથી પચીસ સેકંડ સુધી અમારાં ઘરો ધ્રૂજતા રહ્યાં હતાં. જો કે કોઇ જાનહાનિ થઇ નહોતી. અન્ય કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા.
- Mr. Nilesh Patel