Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબોને હટાવ્યા : અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાને ગાંધીનગર-કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું…

શાહે કલોલ-મહેસાણા બ્રિજને ખૂલ્લો મૂક્યો અને એપીએમસી ખાતે ઓફિસ બિલ્ડિંગનું ખાતમૂહૂર્ત કર્યું…

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તો સાથે જ સીએમ રૂપાણી અને નીતિન પટેલની પ્રશંસા પણ કરી હતી. અમિત શાહે કલોલ ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું.
અમિત શાહે કલોલમાં ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કલોલ-મહેસાણા બ્રિજને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકો માટે ખુલ્લો મુક્યો છે. અમિત શાહે બ્રિજ ખુલ્લો મૂકી ગાંધીનગરના લોકોને દિવાળીની ભેટ આપી છે. અમિત શાહે કલોલ છઁસ્ઝ્ર ખાતે ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું.
ગાધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે અમિત શાહે સભાનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હું સંસદ સભ્ય તરીકે આવ્યું છું. ગાંધીનગર પહેલું કેરોશીન મુક્ત શહેર બન્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબો હટાવ્યા છે.
અમિત શાહે ધનતેરસ અને દિવાળીની શુભેચ્છા આપીને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. શાહ બે દિવસ માટે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, ત્યારે ૨ દિવસમાં રૂપિયા ૧૩૭૮ કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. કાળી ચૌદશના દિવસે ૩૨ હજાર લોકોને વિકાસકાર્યોનો લાભ આપશે.
શાહે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, હું ગાંધીનગરમાં સંસદ સભ્ય તરીકે આવ્યો છું. ગાંધીનગર પહેલું કેરોસિન મુક્ત શહેર બન્યું છે. ગુજરાતમાં ઝૂંપડીને ધુમાડામાથી મુક્ત કરવાનું વડાપ્રધાનનું સ્વપ્ન હતું, જે હવે સાકાર થવા જઇ રહ્યું છે. ૫ વર્ષમાં ૧૩ કરોડ લોકોને ગેસ સિલિન્ડર આપ્યા છે.
રાજ્યમાં પાઈપલાઈનથી શુદ્ધ પાણી આપવાનો વડાપ્રધાનનો સંકલ્પ પણ પુરો થવા જઇ રહ્યો છે. સંસદ સભ્ય પોતાના વિસ્તારને ઠિક કરે તો દેશ ઠિક થઈ જાય છે. દેશભરના સંસદીય ક્ષેત્રમાં ગાંધીનગર ઉત્તમ ક્ષેત્ર છે. ગરીબીના નામે કોંગ્રેસે ગરીબોને હટાવ્યા સિવાય કંઇ કામ કર્યું નથી. તો વિશ્વને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં ભારતનું નેતૃત્વ હોવાની પણ વાત કરી હતી.

Related posts

દુષ્કર્મની ઘટનાઓને રોકવા દોષિતોને ભીડને સોંપી દો : જયા બચ્ચન

Charotar Sandesh

લો બોલો, ૧૩ વર્ષ નાના રિક્ષાવાળા સાથે મહિલા તિજોરીમાંથી ૪૭ લાખ રૂપિયા લઈ ભાગી ગઈ

Charotar Sandesh

આમ આદમી પાર્ટીએ 2015મા કરેલા વાયદાઓમાંથી 96% પૂરા નથી કર્યા: થિંકટેંક

Charotar Sandesh