Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

ક્યાં છે દારૂબંધી..? છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી ૨૫૨ કરોડનો દારૂ ઝડપાયો…!

દેશી દારૂનો સૌથી વધુ જથ્થો રાજકોટ અને વિદેશી દારૂનો સૌથી વધુ જથ્થો સુરતમાંથી ઝડપાયો…

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૧૧,૮૩૧ કિલો ગાંજો પકડાયો છે,જેમાં સૌથી વધારે ગાંજો સુરત શહેરમાં ૩૫૩૪ કિલો કબજે કરાયો…

ગાંધીનગર : આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સમયાંતરે રાજ્યમાં વિવિધ જગ્યાએથી દારૂનો જથ્થો પકડાવાના જે આંકડા સામે આવતા રહે છે તેના પરથી રાજ્યમાં કહેવાતી દારૂબંધી હોય તેવું દ્રશ્ય ઉભું થાય છે. આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર મળ્યું છે ત્યારે ખુદ સરકારે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દારૂનો અધધ…૨૫૨ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હોવાનું કબૂલ કર્યું છે. બીજી તરફ બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી ૧૧,૮૩૧કિલોગ્રામ ગાંજો પકડાયાનું પણ સરકારે કબૂલ કર્યું છે.

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૨૫૨ કરોડ ૩૨લાખ ૫૨ હજાર અને ૭૧૪ રૂપિયાનો દારૂ પકડાયો છે. જેમાંથી દેશી દારૂનો સૌથી વધારે જથ્થો રાજકોટમાંથી પકડાયો છે. જ્યારે સુરત શહેરમાંથી સૌથી વધારે વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે.

સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૧૧,૮૩૧ કિલો ગાંજો પકડાયો છે. જેમાં સૌથી વધારે ગાંજો સુરત શહેરમાં ૩૫૩૪ કિલો કબજે કરાયો છે. પાટણથી ૨૪૬૨ કિલો તો આણંદથી ૨૨૨૫ કિલો ગાંજો પોલીસે કબજે કર્યો છે. બે વર્ષ દરમિયાન રાજ્યમાંથી ૬૯.૬૦ કિલોગ્રામ ચરસ તેમજ ૩૨૩૬ કિલોગ્રામ અફીણ પણ પકડાયું છે.

કિંમત પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે કિંમતનો વિદેશ દારૂ જપ્ત કરાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ઝડપાયેલા દારૂની કિંમત આશરે ૨૫ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જ્યારે બીજા ક્રમે બનાસકાંઠા જિલ્લો આવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા દારૂની કિંમત આશરે ૨૨ કરોડ રૂપિયા જેવી થાય છે. જ્યારે ડાંગ જિલ્લામાં સૌથી ઓછી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ડાંગમાંથી છેલ્લા બે વર્ષમાં આશરે ૫૮ લાખનો કિંમતનો દારૂ પકડાયો છે.

Related posts

પાણી પુરીને શૌચાલયમાં જોઈ લોકો ભડક્યા : પાણી પુરીના રસીકોએ જ દુકાનમાં કરી તોડફોડ…

Charotar Sandesh

રાજકોટમાં કોરોનામાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ, બેની ધરપકડ…

Charotar Sandesh

કોરોનાને કારણે કરફયુ વચ્ચે અમદાવાદમાં ૨૨ તારીખે ૧૬૦૦ લગ્ન : ઇવેન્ટ મેનેજરો અકળાયા…

Charotar Sandesh