વડાપ્રધાન આઇઆઇટી મદ્રાસના દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા…
ચેન્નાઇ : તમિલનાડુ સ્થિત મદ્રાસ આઈઆઈટીનાં ૫૬માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને ‘ન્યૂ ઇન્ડિયા વિઝન’ વિશે જણાવતા ઇનોવેશન અને ટીમ વર્ક માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે, “દુનિયાનાં કોઇ પણ ખુણામાં રહો, કંઇ પણ કરો, પરંતુ મનમાં હંમેશા પોતાની માતૃભૂમિની જરૂરિયાતોને ધ્યાનમાં રાખો.”
પીએમ મોદીએ કહ્યું કે, “૨૧મી સદીની સ્થાપના ૩ જરૂરી સ્તંભો પર ટકી છે – ઇનોવેશન, ટેક્નોલોજી અને ટીમ વર્ક. હું હમણાં અમેરિકાથી પરત ફર્યો. આ દરમિયાન હું ઘણા દેશોનાં પ્રમુખોને મળ્યો હતો, ઇનોવેટર, ઇન્વેસ્ટર્સને મળ્યો છું. અમારી ચર્ચામાં એક ચીજ કૉમન હતી – ન્યૂ ઇન્ડિયાને લઇને અમારું વિઝન અને ભારતનાં યુવાઓની યોગ્યતા પર ભરોસો.”
પીએમ મોદીએ કહ્યું કે, “હું સૌને વિનંતિ કરવા ઇચ્છુ છું કે તમે ભલે ગમે ત્યાં કામ કરો, જ્યાં પણ રહો, મગજમાં હંમેશા પોતાની માતૃભૂમિ ભારતની જરૂરિયાતોને રાખો.” પીએમ મોદીએ પણ તમામ વિદ્યાર્થીઓને ઉભા થઇને પોતાના શિક્ષક, પેરેન્ટ્સ અને સપોર્ટિંગ સ્ટાફનું અભિવાદન કરવા કહ્યું. આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ પોતાની જગ્યાએથી ઉભા થઇને તાળીઓ વગાડી.
જ્યાં સુધી જીવીએ છીએ, કંઇ ને કંઇ શીખીએ છીએ…
તમિલનાડુનાં ગુણગાન કરતા પીએમ મોદીએ કહ્યું કે, “અહીં પહાડ ચાલે છે અને નદીઓ થંભી ગયેલી હોય છે. આપણે તમિલનાડુમાં છીએ જેની ખાસ ઓળખ છે. આ વિશ્વની સૌથી જુની ભાષાનું ગૃહસ્થાન છે. આ દેશની સૌથી નવી ભાષાનું પણ ઘર છે – આઈઆઈટી મદ્રાસ લિંગો.” તેમણે આગળ કહ્યું કે, “તમારો દીક્ષાંત સમારોહ તમારા કૉર્ષનું નિષ્કર્ષ હોઇ શકે છે, પરંતુ આ તમારી શિક્ષાનો અંત નથી. એજ્યુકેશન અને લર્નિંગ હંમેશા ચાલનારી પ્રક્રિયા છે. આપણે જ્યાં સુધી જીવીએ છીએ, કંઇ ને કંઇ શીખીએ છીએ.”
પ્લાસ્ટિકનાં વિકલ્પ શોધવાની કરી વાત…
પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે પીએમ મોદીએ નવા વિકલ્પો તરફ જોર આપ્યું. તેમણે કહ્યું, “આજે એક સમાજનાં રૂપમાં આપણે પ્લાસ્ટિકનાં ઉપયોગથી આગળ વધવા ઇચ્છીએ છીએ. આનો ઈકો ફ્રેન્ડલી વિકલ્પ શું હોય શકે છે જેને આ રીતે ઉપયોગમાં લેવામાં આવી શકે છે, પરંતુ તેનું પ્લાસ્ટિકનાં જેટલું નુકસાન ના હોય? અમે તમારા જેવા ઇનોવેટર્સ પાસેથી આની શોધ ઇચ્છીએ છીએ.”
ક્યારેય સપનાઓ જોવાનું બંધ ના કરો…
આઈઆઈટી પાસ આઉટને મેસેજ આપતા પીએમ મોદીએ કહ્યું કે, “ક્યારેય સપનાઓ જોવાનું બંધ ના કરો અને ખુદને પડકાર માટે તૈયાર કરો. આ રીતે તમે ખુદને વિકસિત કરતા રહેશો અને તમારું એક શાનદાર વર્ઝન તૈયાર કરી શકશો.” પીએમ મોદીએ કહ્યું કે, “ભારતીયોએ આખા વિશ્વમાં પોતાની એક ઓળખ બનાવી છે. ખાસ કરીને સાયન્સ, ટેક્નોલોજી અને ઇનોવેશનનાં ક્ષેત્રમાં. આમને કોણ શક્તિ આપી રહ્યું છે? આમાંથી ઘણા આઈઆઈટી સીનિયર છે.”
દુનિયાને ભારત પાસેથી ઘણી આશાઓ છે…
પીએમ મોદીએ કહ્યું કે, “તાજેતરમાં જ પૂર્ણ થયેલી અમેરિકાની યાત્રા દરમિયાન મે જોયું કે વિશ્વની આગળ વધી રહેલા ભારત પાસેથી ઘણી આશાઓ છે. અમે નિશ્ચિત રીતે ભારતનું ઝડપથી કલ્યાણ સુનિશ્ચિત કરીશુ. અમે તેને એટલો મહાન દેશ બનાવીશું કે આ દુનિયા માટે ઉપયોગી સાબિત થશે.” તેમણે એ પણ કહ્યું કે, “દેશને મહાન બનાવવો ફક્ત કેન્દ્ર સરકારનું કામ નથી, પરંતુ આ ૧૩૦ કરોડ નાગરિકોની પણ જવાબદારી છે.”