Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ગંગાના દીકરા તરીકે આવ્યા હતા મોદી, રાફેલના એજન્ટ તરીકે જશે’ઃ નવજાતસિંહ સિદ્ધૂ

કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજાત સિંઘ સિધૂએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું તમને પૂછું છું નરેન્દ્ર મોદી. રાફેલ ડીલમાં તમે દલાલી કરી છે કે નહીં? તમે મારી સાથે દેશના કોઇપણ ખૂણે બેસીને આ મામલે ચર્ચા કરી લો. રાહુલજી તો એક મોટી તોપ છે. તેઓ તો ટોપ છે અને હું એકે-૪૭ છું.
તેમણે જણાવ્યું હતું કે, હું તમને પડકાર આપું છું નરેન્દ્ર મોદી, જા સિધૂ હારી જશે તો રાજકારણ છોડી દેશે. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ગંગાના લાલ બનીને આવ્યા હતા અને ૨૦૧૯માં રાફેલના દલાલ બની જશે.
તેમણે ઉમેર્યું હતું કે, મોદી હિન્દુત્વની વાત કરે છે પરંતુ પોતે જ પોતાના સિદ્ધાંતોનું પાલન નથી કરતા. મારી માતા ક્ષત્રિય હતી. રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પણ વચન ન જાય. પરંતુ મોદીએ ૨૦૧૪થી અત્યાર સુધી ૩૪૨ વચનો આપ્યા તેમાંથી મોટા ભાગના પૂરા થયા નથી.

Related posts

કોરોના વેક્સીન ટૂંક સમયમાં આવી જશે, પરંતુ સાવધાની હજુ પણ જરૂરીઃ મોદી

Charotar Sandesh

અર્થવ્યવસ્થાને સુધારવી હોય તો ઉદ્યોગપતિના ટેક્સ માફ ન કરો : રાહુલ ગાંધી

Charotar Sandesh

સરકારી યોજનાઓ ગરીબો માટે જ છે, જમાઇ માટે નથી : નિર્મલાનો કોંગ્રેસને ટોણો…

Charotar Sandesh