Charotar Sandesh
ગુજરાત

ગુજરાતવાસીઓ આનંદો…નર્મદા ડેમની સપાટી પ્રથમવાર સપાટી ૧૩૮.૬૮ મીટરને પાર…

૭૦ વર્ષમાં પ્રથમવાર ઐતિહાસિક સ્તરે પહોંચી સપાટી, ૧૭૫ ગામને એલર્ટ કરવામાં આવ્યા…

નર્મદા,
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે શનિવારે ૭૦ વર્ષમાં પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક ૭ લાખ ૪૮ હજાર ક્યુસેક થઈ રહી છે જ્યારે ૨૩ દરવાજા ખોલીને હાલ ૭ લાખ ૧૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના ૧૭૫ ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના એમ.ડી. રાજીવ ગુપ્તાએ ટિ્‌વટ કર્યું હતું કે, ૧૭૫ ગામો અને ત્રણ જિલ્લામાં હાઈટાઈડને કારણે ભરૂચ શહેરમાં પૂરની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વધુ સ્ટોરેજની જરૂરિયાત છે. જેથી જિલ્લા વહીવટી તંત્રને આઉટ ફ્લો કન્ટ્રોલ કરવા માટે વિનંતિ કરી છે. ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે.
પોતાના જન્મ દિવેસ જ પીએમ મોદીના આગમન અને ડેમના દરવાજામાં બહાર નીકળતા પાણીના અવરોધ સમાન ઝાડી ઝાંખરા, મોટા લાકડા કાઢવા માટે તંત્રએ કવાયત હાથધરી છે.
ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠન ૧૭ સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદા બંધ ઓવર ફ્લો રહે તેમજ નર્મદા અને નરેન્દ્રભાઈની જન્મ દિવસની બેવડી ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને પગલે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નર્મદા બંધની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
સામાન્ય રીતે નરેન્દ્ર મોદી ૨૦૦૨થી ૨૦૧૮ સુધી શાસન કર્તા રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસે કંઈક નવી ભેટ રાજ્ય અને દેશને આપતા આવ્યા છે ત્યારે ગુજરાતને પણ નર્મદા બંધની ઓવર ફ્લોની સાથે ગુજરાતની પાણીની સમસ્યાના નિવારણની ભેટ આપી શકે છે અને તેના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી જન્મ દિવસે થોડા સમય માટે પણ નર્મદા બંધની મુલાકાત લઈ શકે છે.ભરૂચ અને નર્મદા જિલ્લાના કિનારાના વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા થઇ હતી. આ સાથે જ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે સાથે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગરના ટર્બાઇન પણ ચાલુ હોવાથી સતત પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં પાણીનો સતત વધારો, પ્રથમવાર સપાટી ૧૩૮.૬૮ મીટરને પારભરૂચ કાંઠા વિસ્તારમાં વધુ પાણી ન ભરાય તે માટે ડેમનું સ્ટોરેજ વધારવા તથા વધુ માત્રમાં પાણી ન છોડવાનો તંત્ર એ નિર્ણય કર્યો છે. જો કે વડાપ્રધાનનું સપનું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પાણી ભરાશે, ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાંની આસપાસ પણ પાણી ભરાતા આહલાદક દ્ર્‌શ્યો સર્જાયા છે.

Related posts

સોશિયલ મીડિયા પર સ્ટંટબાજ ચેતી જજો : સુરતમાં ૧૩ વર્ષના કિશોરનો ગળેફાંસો લાગતા મોત…

Charotar Sandesh

રાજ્યમાં આગામી દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી…

Charotar Sandesh

ગુજરાત ચુંટણીના પ્રથમ તબક્કામાં કુલ સરેરાશ ૫૮ ટકા મતદાન : જુઓ કયા જિલ્લામાં કેટલા ટકા થયું વોટિંગ

Charotar Sandesh