Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ચરોતરના વાતાવરણમાં પલટો, ખેડૂતોમાં ચિંતા વ્યાપી…

આણંદ : અરબી સમુદ્રમાં સર્જાયેલાં લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી ઝાપટાંનો દૌર જોવા મળ્યો છે. ચરોતર પંથકમાં પણ શુક્રવાર રાતથી હળવા વાદળો છવાતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જ્યારે આણંદ કૃષિ.યુનિના હવામાન વિભાગ જણાવ્યા અનુસાર અાગામી 2 દિવસોમાં વરસાદની કોઇ સંભાવના નથી. અાગામી 22મી ઓક્ટોબરે આણંદ-ખેડા જિલ્લા સહિત મધ્યગુજરાતના કેટલા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા ઘણો વધારે વરસાદ વરસ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના કારણે આણંદ-ખેડા સહિત મધ્યગુજરાતના વાતાવરણમાં એકા-એક પલટો જોવા મળ્યો હતો. અને શનિવારે વહેલી સવારથી પંથકમાં વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ-ખેડા જિલ્લા સહિત સમગ્ર પંથકમાં મોડી રાત્રે ઠંડની અસર વર્તાવા લાગી છે. શનિવારે જિલ્લાનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું.

Related posts

આણંદ પંથકમાં શાસક-વિપક્ષના રાજના પગલે વિકાસને લુણો : દુરસ્ત માર્ગોથી પ્રજાને હાલાકી…

Charotar Sandesh

“આઝાદીની ટ્રેન અને સ્ટેશન” અંતર્ગત અડાસ રોડ સ્ટેશન પર વિવિધ કાર્યક્રમોનું આયોજન

Charotar Sandesh

વડોદરા : પાદરા ગામ નજીક રસ્તા ઉપર જતી યુવતીઓને હેરાન કરતો ઈસમ ઝડપાયો…

Charotar Sandesh