Charotar Sandesh
વર્લ્ડ

ચિલીથી એન્ટાર્કટિકા જતુ સૈન્ય વિમાન ગુમ : કુલ ૩૮ લોકો સવાર હતા…

૧૭ ક્રૂ મેમ્બર્સ અને ૨૧ પેસેન્જર હતા…

સાનટિઆગો : ચિલી એરફોર્સનું એક વિમાન જે સમયે એન્ટાર્કટિકાના રસ્તે હતું ત્યારે રડારથી ગાયબ થઈ ગયું છે. આ વિમાનમાં કુલ ૩૮ લોકો સવાર હતા. સ્થાનિક અધિકારી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. ઑથૉરિટીઝ તરફથી સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. જે એરક્રાફ્ટ ગાયબ થયું છે તે સી-૧૩૦ હરક્યૂલસ હતું અને આ એરક્રાફ્ટે સ્થાનિક સમય મુજબ સોમવારે ૪.૫૫ મિનિટ પર ચિલીના પુંટા એરિનાસથી ટેક ઑફ કર્યું હતું.

સાંજે ૬.૧૩ વાગ્યે રડારથી એરક્રાફ્ટનો સંપર્ક એવા સમયે ટૂટી ગયો જ્યારે તે ડ્રેક પેસેજ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. આ એજ જગ્યા છે જે પ્રશાંત મહાસાગર અને અટલાંટિક મહાસાગરને આંતરીક રીતે જોડે છે. ચિલી એરફોર્સ તરફથી આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ચિલીની એરફોર્સનું કહેવું છે કે વિમાનમાં ૩૮ લોકો સવાર હતા જમાંથી ૧૭ ક્રૂ મેમ્બર્સ અને ૨૧ પેસેન્જર્સ હતાં. આ એરક્રાફ્ટ બેસ પ્રેસિડેન્ટ એડુઆરડો ફ્રેઈ મોંટાલ્વા જઈ રહ્યું હતું. આ જગ્યા કિંગ જ્યોર્જ આઈલેન્ડ પર છે જે એન્ટાર્કટીમાં આવેલ છે. એરફોર્સે પોતાના નિવેદનમાં કહ્યું કે, ’એરક્રાફ્ટ લૉજિસ્ટિકલ સપોર્ટને લઈને જઈ રહ્યું હતું, બેઝ પર પ્લોટિંગ ફ્યૂલ સપ્લાયના જવાનોને ટ્રાન્સફર કરી રહ્યું હતું અને આની સાથે જ વિસ્તારમાં રાષ્ટ્રીય સુવિધાઓ સાથે જોડાયેલ કેટલાંક અન્ય કામોને પૂરા કરવાના ઉદ્દેશ્યથી રવાના થયું હતું.’ એરક્રાફ્ટમાં સવાર હતા તે લોકોની ઓળખ હજુ સુધી સામે આવી નથી પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે મોટાભાગના લોકો એરફોર્સના જ સભ્ય છે.

Related posts

ઇન્ડિયન અમેરિકન શ્રી સુરજ પટેલ ન્યુયોર્કમાંથી કોંગ્રેસની ચૂંટણી લડવા આતુર…

Charotar Sandesh

ફેસબુકે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ૧૦થી વધુ જાહેરાતોને હટાવી…

Charotar Sandesh

કોરોના ફેલાવવા બદલ ચીને ભારે કિંમત ચૂકવવી પડશે : ટ્રમ્પનો હૂંકાર…

Charotar Sandesh