Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

છ પેટાચૂંટણી પર મતદાન પૂર્ણ : સૌથી વધુ થરાદમાં તો સૌથી ઓછુ અમરાઇવાડીમાં…

કોની થશે હાર-જીત, ૨૪મીએ પરિણામ જાહેર થશે

લુણાવાડમાં ૫૦ ટકા, થરાદમાં ૬૫ ટકા, રાધનપુરમાં ૬૦, ખેરાલુમાં ૪૯, બાયડમાં ૫૯ અને અમરાઇવાડીમાં સૌથી ઓછુ ૩૨ ટકા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ૬ બેઠકો માટેની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. પેટાચૂંટણીની ૬ બેઠકો માટે સરેરાશ ૫૧ ટકા જેટલું મતદાન થયું છે. જેમાં લુણાવાડામાં સરેરાશ ૫૦ ટકા, થરાદમાં ૬૫ ટકા, રાધનપુરમાં ૬૦ ટકા, ખેરાલુમાં ૪૯ ટકા, બાયડમાં ૫૯ ટકા જ્યારે અમરાઇવાડીમાં સૌથી ઓછું ૩૨ ટકા મતદાન થયું છે. આજે સવારથી મતદાન શરૂ થયુ ત્યારથી જ મતદારોમાં નિરસતા જોવા મળી હતી.
સવારે બે કલાકમાં થોડું મતદાન થયા બાદ દસ વાગ્યા પછીથી મતદારોની સંખ્યામાં ઘટાડો થયો હતો. તમામ છ બેઠક પર સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાક દરમિયાન સરેરાશ ૧૫ ટકા જેટલું જ મતદાન નોંધાયું હતું. સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી સરેરાશ ૫૧ ટકા જેટલું મતદાન થયા બાદ હવે આગામી ૨૪ તારીખે ચૂંટણીના પરિણામો જાહેર થશે.
ઓછા મતદાનને પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાએ ચિંતા શરૂ થઈ છે. એટલું જ નહીં પોતાના અનુભવી કાર્યકરો અને આગેવાનોને સુચના આપી છે કે કોઈ પણ હિસાબે મતદારોને મતદાનમથક સુધી ખેંચી લાવો અને મતદાન કરાવો વિદેશ પ્રવાસમાં ગયેલા મુખ્યમંત્રી રૂપાણીએ પણ વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે.
મુખ્યમંત્રી રૂપાણી હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. તેઓ ત્યાંથી પણ મતદાનના આંકડા મેળવી રહ્યા છે. પેટા ચૂંટણીના મતદાન અગાઉ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એક બીજા પર મતદારોને લોભ-લાલચ આપવાના આક્ષેપો કર્યા હતા. મતદારોને પૈસા તથા દારૂ અપાતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

Related posts

વિદેશ મોકલવાના બહાને ગોંધી રખાયેલા ૧૫ ગુજરાતીઓને પોલીસે દિલ્હીથી બચાવ્યા

Charotar Sandesh

ગુજરાત : ન્યુઝ હેડલાઈન્સ : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ

Charotar Sandesh

ભાજપ નેતાના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા : આઠની ધરપકડ…

Charotar Sandesh