મુંબઈ,
સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘છિછોરે’માં બધા કેરેક્ટર્સ બે અલગ-અલગ ટાઈમલાઈનમાં દેખાશે. ફિલ્મનો એક પોર્શન ૧૯૯૨માં સેટ છે જ્યારે બીજા પોર્શનમાં એ જ કેરેક્ટર્સ ૨૦૧૯માં દેખાશે. ફિલ્મનું ટ્રેલર ૪ ઓગસ્ટના રોજ ફ્રેન્ડશિપ ડેના રોજ રિલીઝ થશે. ‘દંગલ’ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીએ કહ્યું કે, ‘ફિલ્મનું દરેક કેરેક્ટર કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ પણ છે અને મિડલ એજ પણ છે. ૧૯૯૨ના પોર્શનમાં બધાને કોલેજમાં બેચમેટ્સ અને હોસ્ટેલમેટ્સ તરીકે દેખાડવામાં આવ્યા છે. ૨૦૧૯ના પોર્શનમાં તેમના એકબીજા સાથેના સંબંધ અને મહત્ત્વકાંક્ષા શું અને કેવી છે, ફિલ્મ તેના પર આધારિત છે.’
નિતેશ તિવારી પોતે આઈઆઇટી મુંબઈના પાસ આઉટ છે. આ ફિલ્મમાં મોટાભાગના કેરેક્ટર તેમની બેચ સિવાય સિનિયર અને જુનિયર સ્ટુડન્ટ્સની લાઈફથી ઇન્સ્પાયર છે. તેમ છતાં ફિલ્મમાં સીધી રીતે આઈઆઇટી મુંબઈનું નામ લેવામાં આવ્યું નથી. તેની જગ્યાએ એક કાલ્પનિક કોલેજનું નામ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ ૩૦ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.
શ્રદ્ધા કપૂરની ‘છિછોરે’ ફિલ્મની સાથે ‘સાહો’ ફિલ્મ પણ ૩૦ ઓગસ્ટના રોજ જ રિલીઝ થવાની છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર એક્શન ફિલ્મ ‘સાહો’ અગાઉ ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી જે હવે ૩૦ ઓગસ્ટના રોજ રિલીઝ થશે.