મોદી સરકારના સ્વપ્ન સમા બુલેટ ટ્રેનનો રસ્તો સાફ…
જમીન સંપાદનને હાઇકોર્ટની લીલીઝંડી, ખેડૂતોના ૪ ગણા વળતરની માંગ ફગાવી…
અમદાવાદ,
રાજ્યના ખેડૂતોને હાલ ગુજરાત હાઇકોર્ટમાંથી સૌથી મોટા ઝટકારૂપ કહી શકાય તેવા સમાચાર મળી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને રાજ્યના ખેડૂતોએ પોતાની જમીનના ૪ ગણા વળતરની માંગ કરીને અરજી કરી હતી. તેના પર આજે હાજટ્ઠત્નડઇકોર્ટે ચૂકાદો આપતા વળતરના મુદ્દે કોર્ટે બહાલી આપી હતી. હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને ૨૦૧૧ના કાયદા પ્રમાણે પોતાની જમીનમાં વળતર મળશે. આ ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને જમીન સંપાદન મામલે હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. ખેડૂતોના વળતરના પ્રશ્નને HCએ બહાલી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પોતાનો ચુકાદો આપ્યો છે. એટલે કે ખેડૂતો માટે ઝટકારૂપ સમાચાર કહી શકાય તેમ છે. હવે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પ્રમાણે ખેડૂતોને પોતાની જમીનના ૪ ગણા વળતરને બદલે ૨૦૧૧ના કાયદા પ્રમાણે વળતર મળશે.
ખેડૂતોની શું માગ હતી…?
રાજ્યના ખેડૂતોની માગણી હતી કે, વળતરની રકમ ૨૦૧૧ નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં.આમ હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવવામાં આવશે.