Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મૂ-કાશ્મીરમાં ત્રણ આતંકી હુમલા : ૪ આતંકી ઠાર, ૧ જવાન શહિદ

સેનાએ રામબન, ડોડા અને ગાંદરબાલ વિસ્તારમાં એન્કાઉન્ટર કર્યું…

આતંકીઓએ ઘરમાં ઘૂસી પરિવારજનોને કેદ કર્યા હતા,એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી ઘાયલ…

શ્રીનગર : કાશ્મીરના રામબનમાં સુરક્ષાદળોએ અલગ-અલગ અથડામણમાં ૪ આતંકીઓને મારી નાખ્યા હતા. શનિવારે સવારે અમુક આતંકીઓએ જમ્મૂ-કિશ્તવાડ નેશનલ હાઇવે પાસે એક બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડ્રાઇવર બસ દોડાવીને સેનાની નજીકની પોસ્ટ પાસે પહોંચી ગયો અને આતંકીઓ વિશે સૂચના આપી. ત્યારબાદ આર્મી અને પોલીસે મળીને રામબન, ડોડા અને ગાંદરબાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉટર થયું હતું. આતંકીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતા જ્યાં બાકીના પરિવારજનો બહાર આવી ગયા અને ઘરના મોભીને તેમણે બંધક બનાવી લીધા હતા. છેલ્લા સમાચાર પ્રમાણે આર્મીએ તેમને છોડાવી લીધા છે. આ ઘટનામાં એક આર્મી જવાન શહીદ થયા હતા જ્યારે બે પોલીસ કર્મચારી ઘાયલ છે. ૪ આતંકીઓને ઠાર કર્યા બાદ આર્મીના જવાનોએ ઉજવણી કરી હતી.
ઝ્રઇઁહ્લના ડીઆઇજી પીસી ઝાએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ હાઇવે પાસે સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ દરમિયાન બન્ને તરફથી ગોળીબારી થઇ. ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક રોકવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આતંકીઓ સિવિલ ડ્રેસમાં હતા, તેમના હાથમાં બંદૂકો હતી. તેઓ ફાયરિંગ કરતા કરતા બટોટે બજાર પાસે એક ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન પરિવારના સભ્યો બહાર આવી ગયા હતા પરંતુ આતંકીઓએ પરિવારના મોભીને કેદ કરી લીધા હતા.
પાકિસ્તાન આ આખા ષડયંત્રને કંઈક એવા પ્રકાર અંજામ આપવાની ફિરાકમાં છે કે જેનાથી ભારતીય સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરે તો પાકિસ્તાન તેને નાગરિકોના માનવાધિકારોના ઉલ્લંઘન તરીકે દુનિયા સામે રજૂ કરી શકે. આ સીવાય પાકિસ્તાની સેના આ ભીડ સાથે જ પોતાની મ્છ્‌ ટીમના સભ્યોને પણ મોકલી રહી છે. જો આ તમામ એલઓસી પાર કરવામાં સફળ રહ્યા તો મોટા કાવતરાને પાકિસ્તાન અંજામ આપી શકશે.
બીજી બાજૂ જિલ્લા પઠાણકોટમાં હાઇ એલર્ટને જોતા કોઇ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળતા તમામ ઇમરજન્સી સેવાઓને પહોંચી વળવા અધિકારીઓની ડ્યૂટી પ્રશાસન દ્વારા લગાડવામાં આવી છે.

Related posts

દેશના બીજા સીડીએસ તરીકે હવે આ આર્મી ચીફનું નામ રેસમાં મોખરે

Charotar Sandesh

મધ્યપ્રદેશમાં પેટ્રોલ સૌથી મોઘું ૧૧૨.૩૬ રૂપિયા પ્રતિ લિટર, અનેક રાજ્યોમાં ભાવ ૧૦૦ને પાર

Charotar Sandesh

આ નદીમાંથી ચાંદીનું અદભૂત શિવલિંગ મળ્યું : લોકો માની રહ્યા છે ચમત્કાર

Charotar Sandesh