Charotar Sandesh
ગુજરાત

ટ્રેક્ટરે રોંગ સાઈડમાં આવતા બાઈકને અડફેટે લેતા બેનાં મોત

લાખાણી તાલુકાના સેકરાથી ધુણસોલ ગામ વચ્ચે ટ્રેક્ટર ચાલકે રોંગ સાઈડમાં આવતા બાઈકને ઉલાળ્યું હતું. જેમાં બાઈક પર સવાર બે પિતરાઈ ભાઈઓ પૈકી એકનું ઘટનાસ્થળે મોત થતાં ખાનગી વાહનમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયો હતો. જ્યારે બીજા પિતરાઈનું ડીસા હોÂસ્પટલ ખસેડાયો હતો પરંતુ ગંભીર ઈજાને પગલે તેનું મોત નિપજ્યું હતું.
મહેશ તેજાભાઈ ઠાકોર અને મુકેશજી જેઠાજી ઠાકોર બંને પિતરાઈ વહેલી સવારે ઉંબરી ગામે મરણપ્રસંગે ગયા હતા. બંને જણ ડિસ્કવર બાઈક જીજે ૦૧પીએલ૦૦૪૫માં પરત ફરતાં હતા. ત્યારે સેકરા ગામની સીમમાં જીજે૦૮ડી૪૫૫૭ નંબરના સોનાલિકા ટ્રક્ટરે બાઈકને અડફેટે લીધું હતું.
મૃતક મહેશના મોટા ભાઈ પરબત ઠાકોરે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

Related posts

સાયબર સેલની અપીલ : ફરવા જાવ તો સોશિયલ મિડીયા પર ફોટો શેર ન કરો, જાણો કેમ કહ્યું

Charotar Sandesh

માલધારી સમાજનો રાજ્યવ્યાપી વિરોધ : નર્મદા-તાપી નદીમાં હજારો લીટર દૂધ વહાવ્યું, વિરોધ-પ્રદર્શન

Charotar Sandesh

૭ વર્ષિય હર્ષિએ ફક્ત ૩૦ સેકેન્ડમાં ૮૨ દેશના નકશાને ઓળખી અનોખી સિદ્ધિ હાંસલ કરી, જુઓ વિગત

Charotar Sandesh