- લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા…
નવસારી,
સિવિલ સર્જન 10 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ નવસારીમાં ડો. અનિલ ટી. કોડનાની એમ.જી. જનરલ હોસ્પિટલમાં ચીફ ડીસ્ટ્રીક મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ લીકર હેલ્થ પરમીટ ધરાવતા હોવાથી તેને રીન્યુ કરવા માટે સિવિલ સર્જનનો અભિપ્રાય જરૂરી હોય છે. જેના પગલે સિવિલ સર્જને અભિપ્રાય આપવા માટે રૂ. 10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ અંગે એસીબીનો સંપર્ક કરતા એ.સી.બી.એ નવસારી હોસ્પિટલમાં લાંચનું છટકું ગોઠવીને ડો. અનિલને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા.