Charotar Sandesh
ઈન્ડિયા

નકલી નોટોનો કારોબાર : જપ્ત કરાયેલ ૫૬ ટકા નોટ રૂ.૨૦૦૦ની…!!

૨૦૧૮માં કુલ ૧૦ કરોડની બે હજારની બનાવટી નોટ ઝડપાઇ : એનસીઆરબી રેકોર્ડ…

ન્યુ દિલ્હી : વર્ષ ૨૦૧૮માં જપ્ત કરાયેલી બનાવટી ચલણી નોટોમાં મૂલ્યની દ્રષ્ટિએ ૫૬ ટકા હિસ્સો રૂપિયા ૨૦૦૦ની નોટનો રહ્યો હતો. ૨૦૧૭માં જપ્ત કરાયેલી બનાવટી નોટોમાં પણ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટોનો હિસ્સો ૫૩ ટકા રહ્યો હતો, એમ નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના આંકડા જણાવે છે. બ્યુરોના રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૮માં રૂપિયા ૨૦૦૦ની ૫૪,૭૭૬ બનાવટી નોટો પકડાઈ હતી. જે નંગ મૂલ્ય ૧૦.૯૬ કરોડ જેટલું હતું. ૨૦૧૮માં કુલ ૨૫,૭૨૪૩ બનાવટી નોટો પકડાઈ હતી, જેનું મૂલ્ય રૂપિયા ૧૭.૯૫ કરોડ રહ્યું હતું.

૨૦૧૬માં નોટબંધી બાદ સરકાર દ્વારા દાખલ કરાયેલી રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટની બનાવટી નોટ બનાવવાનું સરળ નહીં હોય તેમ સરકાર દ્વારા તે વેળાએ દાવો કરાયો હતો. સુરક્ષાના મજબૂત પગલાં લેવાયા હોવાનું જણાવી સરકારે આ દાવો કર્યો હતો. પરંતુ જપ્ત થયેલી રૂપિયા ૨૦૦૦ની બનાવટી નોટનો આંક પ્રમાણમાં ઘણો ઊંચો કહી શકાય એટલો છે. જયારે ઝારખંડ, મેઘાલય અને સિક્કિમ એકપણ નકલી નોટ ઝડપાઇ નથી.

રૂપિયા ૨૦૦૦ની પકડાયેલી કુલ બનાવટી નોટમાંથી સૌથી વધુ એટલે કે ૧૨,૫૬૦ નોટ એકલા તામિલનાડૂમાંથી પકડાઈ હતી. ત્યાર બાદ ૯૬૧૫ સાથે પશ્ચિમ બંગાળ અને ૬૭૫૦ નોટસ સાથે કર્ણાટકનો ક્રમ રહ્યો હતો. ગુજરાતમાંથી ૨૭૨૨ અને મહારાષ્ટ્રમાંથી ૨૩૫૫ બનાવટી નોટસ મળી આવી હતી. આ આંક તપાસ સંસ્થાઓ દ્વારા જપ્ત થયેલી નોટના જ છે નહીં કે દરેકે દરેક બનાવટી નોટના. જપ્ત કરાયેલી નોટના આંક આટલા ઊંચા છે તો સર્ક્યુલેશનમાં રહેલી બનાવટી નોટનો આંક પણ ઘણો ઊંચો રહી શકે છે, એમ બ્યુરોના સુત્રોએ જણાવ્યું હતું.

ઓછા ડીનોમિનેશન કરતા વધુ ડીનોમિનેશન વાળી બનાવટી નોટ રાખવાનું સરળ રહે છે કારણ કે, કાનૂની દ્રષ્ટિએ બનાવટી નોટમાં સજામાં ખાસ ફર્ક નથી હોતો. માટે બનાવટી નોટ છાપનારાઓ વધુ ડીનોમિનેશનની નોટસમાં જોખમ લેવાનું મુનાસિબ ગણે છે.

નોટબંધી બાદ દેશની બેન્કોમાં રૂપિયા ૫૦૦ તથા રૂપિયા ૧૦૦૦ની લગભગ મોટાભાગની નોટો જમા થઈ ગઈ હતી. જેને કારણે જંગી માત્રામાં બ્લેક મની પકડાશે તેવી સરકારની ધારણાં લગભગ વિફળ રહી હતી.

Related posts

લખીમપુર હિંસા : યોગી સરકાર બેકફૂટ પર, વિપક્ષ લાલઘૂમ

Charotar Sandesh

સત્તે પે સત્તાની રિમેકમાં કેટરિના-શાહરુખ ખાન ચમકશે..!!?

Charotar Sandesh

પેટ્રોલની વધતી કિંમતો લોકોને પરેશાન કરી રહી છે : કેન્દ્રિય મંત્રી ગડકરી

Charotar Sandesh