Charotar Sandesh
ચરોતર

નડીયાદ-અમદાવાદ એક્સપ્રેસ-વે ઉપર કાર-ટેલર વચ્ચે અકસ્માત : પાંચના કરૃણ મોત…

મૃતકોને એમ્બ્યુલન્સ દ્વારા મહેમદાવાદના CHC (સામુહિક આરોગ્ય કેન્દ્ર)મા પીએમ માટે મોકલીને ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી…

આજરોજ તારીખ 29 9 2019 ના રોજ નડીયાદ થી અમદાવાદ જતા એક્સપ્રેસવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ થી નડિયાદ જતા એક્સપ્રેસ-વે ઉપર ગોઝારો એક્સિડન્ટ થતા પાંચ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે. રિલાયન્સ પેટ્રોલ પંપ થી લગભગ પાંચ કિલોમીટર પહેલા આર્ટિગા ફોરવીલર ગાડી જેનો નંબર GJ06HD4642 તથા ટેલર નંબર GJ 05 UU 5656 વચ્ચે અકસ્માત થયેલ જેથી કરીને આ ગમખ્વાર અકસ્માતમાં સ્થળ ઉપર જ પાંચ વ્યક્તિઓના ખૂબ જ દુઃખજ તેમજ કરુણ મોત નીપજેલ છે. આ દુઃખદ બનાવમાં ફોરવીલર ગાડીમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિઓ ના અવસાન થયા છે. ફ્રી હેલ્પલાઇન એમ્બ્યુલન્સ વાન દ્વારા મેમદાવાદ લાવવામાં આવ્યા.

મહેમદાવાદ પોલીસ સ્ટેશન ના સિનિયર પીએસઆઇ પારગી સાહેબ તેમજ મેમદાવાદ પોલીસ સ્ટેશનના કર્મચારી સ્થળ ઉપર પહોંચીને ભારે જહેમત ઉઠાવી ક્રેનની મદદથી મૃતકોને બહાર કાઢવાની તેમજ ટ્રાફિકને કંટ્રોલ કરવાની તજવીજ હાથ ધરી હતી ત્યારબાદ પાસે મૃતકોને એમ્બ્યુલન્સ દ્વારા મહેમદાવાદના CHC( સામુહિક આરોગ્ય કેન્દ્ર) મા પીએમ માટે મોકલીને ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી.

મહેમદાવાદના આરોગ્ય કેન્દ્રમાં મૃતકોના પરિવારજનો આવતા શોકમય તેમજ કરુણ વાતાવરણ સાથે અસ્રુઓ થી સૌ કોઈ ની આંખો ભીંજાઈ ગઈ હતી.  ત્યાંના સ્ટાફ ગણ દ્વારા ચર્ચા થઈ હતી કે ગયા વર્ષે આ જ તારીખે આ જ દિવસે આવો જ ગોજારો એક્સિડન્ટ ગાડીનું ટાયર ફાટવાથી થયો હતો અને એક જણ નું કરૂણ મોત નીપજ્યું હતું અને ચાર ઘાયલ થયા હતા આ જાણીને મૃતકોના પરિવાર સાથે સાથે સૌ કોઈ વિચાર વિમર્શ કરવા માટે મજબૂર થઈ ગયા હતા કે શું કુદરત કેમ આમ નિર્દય બને છે…!!

આ ગોઝારા એક્સિડન્ટમાં પાંચ મૃતકોમાં…
1. પ્રજ્ઞેશભાઈ અશ્વિનકુમાર જોશી. ઉંમર વર્ષ 51, રહે. ખેડબ્રહ્મા.
2. મહેન્દ્રભાઈ રામસિંહ ચૌહાણ. ઉ. વર્ષ. 38, રહે. ભરૂચ, કંથારીયા
3. રીગનેશ અરવિંદભાઈ પટેલ ઉ. વ. 40.. રહે. કરજણ
4. બિરિન્દર રાજેન્દ્ર શાહ ઉ. વ. 42. રહે. મુઝફર નગર બિહાર
5. રાજેશભાઈ મગનભાઈ પટેલ ઉ.વ. 48 રહે  ભરૂચ  શાહપુરા વિસ્તાર

Related posts

ખંભાત રૂરલ પોલીસે ચોરીના ૩૨ બાઈક સાથે ૩ શખ્સોને ઝડપી પાડ્યા : ૧ ફરાર થયો…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાના કેસો વધતાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું…

Charotar Sandesh

અડાસ ખાતે અંગ્રેજોની ગોળીએ શહાદત વહોરનાર પાંચ સપૂતોને ભાવાંજલિ અર્પણ કરતા સાંસદશ્રી

Charotar Sandesh