Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

પુરુષોની કોન્ટનેન્ટલ કપ સ્પર્ધામાં પ્રથમવાર મહિલા રેફરીની નિમણુંક

એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (એ. એફ. સી.)એ જાહેર કર્યું હતું કે પુરુષોની કોન્ટનેન્ટલ કપ સ્પર્ધામાં ફરજ બજાવવા માટે પહેલી વાર મહિલા રેફરી ટીમની નિમણૂક કરવામાં આવી છે.
જાપાનની રેફરી યોશિમી યામાશિટા અને તેની મદદનીશો મેકોટો બોઝોનો તથા નાઓમી ટેશિરોજી મ્યાનમારની યેનગોન યુનાઈટેડ અને કમ્બોડિયાની નેગા વર્લ્ડની ટીમો વચ્ચે થુવુના સ્ટેડિયમ ખાતે રમાનારી એ. એફ. સી. કપની મેચમાં કામગીરી બજાવશે.
એ. એફ. સી. કપ એ. એફ. સી. લીગથી ઊતરતી બીજી કક્ષાની સ્પર્ધા છે જેમાં મહિલાઓને અગાઉ ફક્ત મદદનીશ રેફરીની કામગીરી સોંપાતી હતી અને આૅસ્ટ્રેલિયાની સારાહ હો તથા એલીસન ફ્લીન ૨૦૧૪માં આ માન મેળવનાર પ્રથમ મહિલાઓ બની હતી.

Related posts

ચૂંટણી સમયે દિગ્વિજયસિંહને ભગવાન રામ યાદ આવે છેઃ ભાજપ દિગ્વિજયસિંહ રામ મંદિર જમીન પાછી આપવા માટે આશ્વાસન આપતા ભાજપ ભડક્યું

Charotar Sandesh

અધૂરી આઈપીએલ-૨૦૨૧ સ્પર્ધા ૧૯-સપ્ટેમ્બરથી યૂએઈમાં શરૂ થશે…

Charotar Sandesh

હું નંબર-૪ પર બેટિંગ કરવા તૈયાર છું, મને તક મળવી જોઇએ : અજિંક્ય રહાણે

Charotar Sandesh