આણંદ,
ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક,એન.એસ. પટેલ આર્ટસ કોલેજ, આણંદ અને લીડ ઈન્ડિયા એન.જી.ઓ ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે “પ્રાથમિક કન્યા શાળા” ગામડી ખાતે “પાણી સંરક્ષણ” વિષય પર વર્કશોપ યોજાયો. જેમાં ધો.૫ થી ૮ ના કુલ ૧૬૦ વિદ્યાર્થીનીઓ અને ૫ શિક્ષકો હાજર રહ્યા હતા. જેમાં સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ દ્વારા ભારતની ભાવિ પેઢીને “પાણી સંરક્ષણ” ના વિષય અંગેની સંવેદનશીલતા કેળવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પાણીનું મહત્વ સમજાવી અને આવનાર સમયમાં પાણીની અછત ન વર્તાય તે વિષે અવગત કરવામાં આવ્યા હતા.