મુંબઈ : શિલ્પા શેટ્ટી ૧૩ વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરી રહી છે. સબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’માં અભિમન્યુ દસાની તથા શિર્લે સેતિયા છે. આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી એક્ટર સમીર સોની સાથે મહત્ત્વના રોલમાં જોવા મળશે. હવે, શિલ્પા શેટ્ટીએ બીજી ફિલ્મ સાઈન કરી છે. શિલ્પા શેટ્ટી પ્રિયદર્શનની આગામી ફિલ્મ ‘હંગામા ૨’માં જોવા મળશે.
પ્રિયદર્શનના ડિરેક્શનમાં બનતી ‘હંગામા ૨’માં લીડ રોલમાં મિઝાન જાફરી તથા પ્રણીતા સુભાષ છે. પરેશ રાવલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં ફ્લોર પર જશે. શિલ્પાએ હાલમાં જ આ ફિલ્મ સાઈન કરી છે. શિલ્પાએ કહ્યું હતું કે ‘હંગામા ૨’ વર્ષ ૨૦૦૩મા આવેલી ‘હંગામા’ની સીક્વલ છે. સીક્વલની વાર્તા તદ્દન નવી છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી ગ્લેમરસ, કરિયર-ઓરિએન્ટેડ મહિલાનો રોલ પ્લે કરશે.
પ્રિયદર્શને પોતાની ફિલ્મ ‘હંગામા ૨’ને લઈ કહ્યું હતું કે તેમની ફિલ્મ આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ ફ્લોર પર જશે. તેમને ફિલ્મમાં એક એવું કેરેક્ટર જોઈતું હતું, જે ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી હોય. શિલ્પા ગ્લેમરસ તથા રમૂજી રોલમાં જોવા મળશે. તે પરેશ રાવલ સાથે જોડી જમાવશે. વધુમાં પ્રિયદર્શને કહ્યું હતું કે આ ફિલ્મની વાર્તા એકદમ ફ્રેશ છે