Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ સઇ રાએ ત્રણ દિવસમાં જ ૧૩૨ કરોડની કમાણી કરી…

મુંબઇ : સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ સઈ રા નરસિમ્હા રેડડ્ડી બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરથી પણ આગળ નીકળી ગઈ છે. ચિરંજીવી અને અમિતાભ બચ્ચન સ્ટારર આ ફિલ્મે ૩ દિવસમાં જ ૧૩૨ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. ફિલ્મની ધાંસૂ કમાણને જોતેાં એ અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ ૨૦૦ કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ શકે છે.
સ્વતંત્રતા સેનાની પર આધારિત આ ફિલ્મની કહાની દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. જણાવી દઈએ કે, ફિલ્મના ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવા પર ચિરંજીવીના સંબંધી અલ્લુ અર્જુને પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સુપરસ્ટાર નજરે ચઢ્યા હતા.
સઈ રા નરસિમ્હા રેડ્ડી ચિરંજીવીના જીવનની ૧૫૧મી ફિલ્મ છે, જેને તેના પુત્ર રામ ચરણે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મને સુરેન્દ્ર રેડ્ડીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની કહાની એક એવા વ્યક્તિ પર આધારિત છે, જેણે સ્વતંત્રતાની પહેલી લડાઈથી ૧૦ વર્ષ પહેલાં ભારતમાંથી અંગ્રેજોને કાઢવા માટે સંઘર્ષ કર્યો હતો.

Related posts

ઐશ્વર્યા સુપરસ્ટાર હોવા છતાં અમારા પરિવારમાં ભળી ગઈ : જયા બચ્ચન

Charotar Sandesh

અમિતાભ બચ્ચનનું નિવેદન : હું ફંડરેઝરથી દૂર જ રહુ છું, બીજાને ફંડ માટે કહેવું મને બહુ જ શરમજનક લાગે છે

Charotar Sandesh

સુશાંતસિંહ રાજપૂતના પિતા કે કે સિંહને હાર્ટની સમસ્યા થતાં હોસ્પિટલમાં દાખલ…

Charotar Sandesh