Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

બસપાના સરકારી બેંકોમાં રહેલા આઠ ખાતામાં ૬૬૯ કરોડ રૂપિયા જમા છે દેશના સૌથી ‘અમીર’ પક્ષ તરીકે બસપા પ્રથમ અને સપા બીજા ક્રમ

બેંક બેલેન્સના મામલે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બસપા) દેશની તમામ રાજકીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોમાં મોખરે છે. સત્તાવાર રિપોર્ટ મુજબ બસપા તરફથી ૨૫મી ફેબ્રુઆરીએ ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર તેના સરકારી બેંકોમાં રહેલા આઠ ખાતામાં ૬૬૯ કરોડ રૂપિયા જમા છે.
૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પોતાનું ખાતુ પણ નહીં ખોલી શકનારા બસપા પાસે ૯૫.૫૪ લાખ રૂપિયા રોકડ છે. ગઠબંધન સહયોગી સમાજવાદી પાર્ટી આ મામલે બીજા ક્રમે છે. તેમની પાસે અલગ-અલગ ખાતાઓમાં કુલ ૪૭૧ કરોડ રૂપિયા છે. પાર્ટીએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણામાં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૧ કરોડ રૂપિયા વાપર્યા હતા.
કોંગ્રેસ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. કોંગ્રેસ પાસે ૧૯૬ કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે. જાકે, આ જાણકારી ગયા વર્ષે બીજી નવેમ્બરે ચૂંટણી પંચે જાહેર કરેલી માહિતી પર આધારિત છે. પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં વિજય બાદ પોતાનાં બેંક બેલેન્સની કોઈ અપડેટ આપી નથી.
ભાજપ આ યાદીમાં પ્રાદેશિક પાર્ટીઓ કરતા પણ પાછળ છે. ટીડીપી ચોથા ક્રમે અને ભાજપ પાંચમા ક્રમે છે. ભાજપ પાસે ૮૨ કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ છે જ્યારે ટીડીપી પાસે ૧૦૭ કરોડ રૂપિયા બેંક બેલેન્સ છે. ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે તેમણે ૨૦૧૭-૧૮માં કમાયેલી ૧૦૨૭ કરોડમાંથી ૭૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે જે કોઈ પણ પાર્ટી દ્વારા કરવામાં આવેલા ખર્ચમાં સૌથી વધારે રકમ છે.
જીઁની ડિપોઝિટ વિધાનસભા ચૂંટણી પછી નવેમ્બર-ડિસેમે્‌બર દરમિયાન ૧૧ કરોડ રૂપિયા ઘટી ગઇ, તેનાથી ઉંધુ વિધાનસભા દરમિયાન મ્જીઁએ ૨૪ કરોડ રૂપિય ભેગા કર્યા જે પછી બેંક બેલેન્સમાં વધારો થયો. દ્ગડ્ઢઇ દ્વારા રાજનીતિક પાર્ટીના ઇન્કમ ટેક્સ રિટર્ન પર કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર, ભાજપે ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭૦૧૮માં કોÂન્ટ્રબ્યૂશનમાં સૌથી વધારે કમાણી કરી. જે દરમિયાન ક્રમશઃ ૧૦૩૪ અને ૧૦૨૭ કરોડ રૂપિયા ભેગા કર્યા. આ દરમિયાન મ્જીઁએ ૧૭૪ કરોડ અને ૫૨ કરોડ રૂપિયા ભેગા કર્યા. કોંગ્રેસ ૨૦૧૬-૧૭માં ૨૨૫ કરોડ રૂપિયાની કમાણીની જાહેરાત કરી. આ સમયે ચૂંટણી પંચે આગામી વર્ષમી કમાણીની ઘોષણા નથી કરી. તમામ પાર્ટીઓને ૮૭% કમાણી સ્વેચ્છાથી આપેલા દાનથી થઇ છે.

Related posts

જનતાને વધુ એક થપાટ : ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.૨૫નો વધારો…

Charotar Sandesh

વડાપ્રધાન માટે ૮૪૦૦ કરોડનું વિમાન પરંતુ જવાનો માટે બુલેટપ્રૂફ વાહન નથી : રાહુલ ગાંધી

Charotar Sandesh

11 ઓગસ્ટ સુધીમાં ગુજરાત ભાજપ 50 લાખ નવા સભ્યો બનાવાનો લક્ષ્યાંક…

Charotar Sandesh