બેવફાઈના મુદ્દેના મુદ્દે ઝઘડા બાદ પ્રાઇવેટ પાર્ટમાં બાઇકના હેન્ડલની રબરની ગ્રીપ નાખી દેવા બદલ એક વ્યÂક્તની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં બે વર્ષ પહેલા બન્યો હતો. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત મહારાજા યશવંતરાવ હોસ્પટલ ખાતે ડોક્ટરોએ મંગળવારે સર્જરી કરીને રબરની રિંગ બહાર કાઢી હતી. ડોક્ટોરોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જ જટીલ સર્જરી હતી કારણ કે રબરની ગ્રીપ ૩૦ વર્ષની મહિલાના ગર્ભાશય, પેશાબની કોથળી અને નાના આંતરડા સુધી પહોંચી ગઈ હતી.
એમવાય હોÂસ્પટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રબરની ગ્રીપ લાંબા સમયથી ગર્ભાશયમાં ફસાયેલી હોવાથી આ ભાગમાં ઇન્ફેક્શન ફેલાયું હતું. જા ઓપરેશન કરવામાં આવ્યું ન હોત તો ઇન્ફેક્શન શરીરના અન્ય ભાગમાં પણ પ્રસરી ગયું હોત.
ચંદન નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાહુલ શર્માએ જણાવ્યું કે, “પત્ની ઉપરાંત અન્ય મહિલા સાથે સંબંધ ધરાવનાર પ્રકાશ ભીલ ઉર્ફે રામાએ બે વર્ષ પહેલા પત્ની સાથે ઝઘડા બાદ તેના પ્રાઇવેટ પાર્ટમાં રબરની ગ્રીપ નાખી દીધી હતી. રામાની પત્નીએ આ અંગે કોઈને વાત કરી ન હતી. પરંતુ દર્દ સહન ન થતાં બે વર્ષ બાદ તેણીએ આ વાત જણાવી હતી. રવિવારે મહિલાની ફરિયાદ બાદ આ મામલે તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી.