સેના દ્વારા તીર્થયાત્રીઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવાની મનાઇ કરી દેવામાં આવી છે…
જમ્મુ,
ભાગલાવાદીઓએ આપેલા બંધના એલાનના કારણે આજે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. તીર્થયાત્રીઓને જમ્મુથી કાશ્મીર ઘાટી તરફ જવાની મંજૂરી અપાઈ નથી. પોલીસે આ જાણકારી આપી. પોલીસ સૂત્રએ જણાવ્યું કે અલગાવવાદીઓએ આપેલા બંધના એલાન બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુથી શ્રીનગર થઈ રહેલી તીર્થયાત્રીઓની અવરજવર આજે સ્થગિત રહેશે. વર્ષ 1931માં ડોગરા મહારાજની સેનાતરફથી શ્રીનગર સેન્ટ્રલ જેલની બહાર ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોની યાદમાં જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈનો દિવસ શહીદ દિવસ તરીકે ઉજવાય છે.