અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સચેત કર્યા…
વૉશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સચેત કર્યા છે કે ભારત, ઇરાન, રશિયા અને તુર્કી જેવા દેશોને ક્યારેક ને ક્યારેક અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સાથે લડવું જ પડશે. ટ્ર્મ્પે કહ્યું હતું કે ફક્ત અમેરિકા જ લગભગ સાત હજાર મીલ દૂર આતંકવાદ સામે લડવાનું કામ કરી રહ્યું છે. અન્ય દેશો હાલ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સાથે ઘણો ઓછો પ્રયત્ન કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં આઈએસઆઈએસના ફરીથી ઉભરવાના સવાલ પર ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે ક્યારેક ના ક્યારેક રશિયા, અફઘાનિસ્તાન, ભારત, ઇરાન, ઇરાક, તુર્કીએ પોતાની લડાઇ લડવી પડશે. અન્ય દેશો જ્યાં આઈએસઆઈએસ ઉભરી રહ્યો છે, ક્યારેક ને ક્યારેક તેનાથી પ્રભાવિત થયા છે. આ બધા દેશોએ તેની સાથે લડવું પડશે કારણ કે શું અમે હજુ ૧૯ વર્ષ ત્યાં રોકાવવા માંગીએ છીએ? હું નથી સમજતો કે આવું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો સંપૂર્ણ રીતે પૂરી રીતે પાછા ફરશે નહીં. અમેરિકાએ આ યુદ્ધ ગ્રસ્ત દેશમાં પોતાની હાજરી નોંધાવવી જ પડશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમારી પાસે ગુપ્ત જાણકારી રહેશે અને અમારું કોઈના કોઈ ત્યાં હાજર રહેશે. અમે અફઘાનિસ્તાનમાં સૈનિકૌની સંખ્યા ઓછી કરી છે. અમે કેટલાક સૈનિકોને પાછા લાવી રહ્યા છીએ પણ પૂરી રીતે ક્યારેય પણ અફઘાનિસ્તાનને અમેરિકા ખાલી છોડશે નહીં.
- Nilesh Patel