Charotar Sandesh
વર્લ્ડ

ભારત સહિત વિશ્વમાં દારૂ પીવામાં ધરખમ વધારોઃ ડબલ્યુએચઓ

સમગ્ર વિશ્વમાં દારૂ પીવામાં જબરદસ્ત વધારો થયો છે તેમાં ભારત અને ચીનનો મહત્વનો ફાળો છે. એક સંશોધન પ્રમાણે, ૧૯૯૦નાં વર્ષની સરખામણીમાં ૨૦૧૭માં દરેક પુખ્ત વ્યÂક્ત જે દારૂ પીતો હતો તેના પ્રમાણમાં ૧૦ ટકા વધારો જાવા મળ્યો હતો. આનું મુખ્ય કારણ એ જણાય છે કે, ભારત અને ચીનમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું છે. આ સંશોધન દ્વારા એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આવનારા એક દાયકામાં પ્રતિ વ્યÂક્ત દિઠ દારૂ પીવાની માત્રામાં ૧૭ ટકાનો વધારો થશે.
૨૦૩૦ સુધીમાં વિશ્વની અડધો અડધ પુખ્ત વ્યક્ત દારૂ પીતી થઇ જશે અને બીજા અડધો વર્ગ મહિનામાં એક વખત દારૂ પીતો હશે. આ પ્રોજેક્શન ૧૮૯ દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
વિશ્વનાં દારૂ પિવાનાં પ્રમાણે વિશે સંશોધન કરાનારાએ નોંધ્યુ કે, દારૂની આડઅસરને કારણે થતી વિપરીત અસરને રોકવા માટે લોકો દારૂ ન પીવે તે માટે પ્રયાસ હાથ ધરવા પડશે અને આ માટે એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે પણ તે ટાર્ગેટ પુરો થાય તેમ લાગતું નથી. આ માટે દારૂ પર વધારે ટેક્સ નાંખવાની પણ ભલામણ છે અને દારૂની જાહેરખબરો પર પ્રતિબંધની માગ પણ કરવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો ધ્યેય છે કે, ૨૦૨૫ સુધીમાં હાનિકર્તા દારૂનાં સેવનમાં ૧૦ ટકાનો ઘટાડો કરવો.
વિશ્વ આરોગ્ય સંસ્થાનાં એક અહેવાલ પ્રમાણે, દારૂનાં સેવનને કારણે ૨૦૦ જેટલા રોગો થાય છે. વર્ષે ૩૦ લાખ લોકો મૃત્યુ પામે છે. વિશ્વભરમાં ૨૩૭ મિલિયન પુરુષો અને ૪૬ મિલિયન મહિલાઓ દારૂ સંબધિત રોગોથા પિડાય છે. ૨૦૧૭માં ભારતમાં ૪૦ ટકા પુરુષો અને ૨૨ ટકા મહિલાઓએ દારૂ પિધો હતો. આ તમામ લોકોએ સરેરાશ ૬ લિટર શુદ્ધ દારૂ પીધો હતો. સંશોધકોનો અંદાજ છે કે, ૨૦૩૦માં ભારતમાં દારૂનું પ્રમાણ બમણું થઇ જશે.

Related posts

કેલિફોર્નિયા કોર્ટે એચ-૧બી વિઝા પર લગાવેલા પ્રતિબંધ પર રોક લગાવી…

Charotar Sandesh

જો હું હારી ગયો તો ૨૦ દિવસમાં ચીન અમેરિકા પર કબ્જો જમાવશે : ટ્રમ્પ

Charotar Sandesh

હોંગકોંગ મામલે અમેરિકા ચીન પર કડક પ્રતિબંધ લગાવશે : સંસદમાં બિલ પસાર

Charotar Sandesh