Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતીય ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે જશે : વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સ ટાળી…

મુંબઇ,
ભારતીય ક્રિકેટ ટીમ ૩ ઓગસ્ટથી વેસ્ટઇન્ડીઝ પ્રવાસ શરૂ કરશે. આ પ્રવાસે ટીમ ઇન્ડિયા ૩ ટી-૨૦ મેચની સીરિઝથી શરૂઆત કરશે. જેના પહેલા બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. વેસ્ટઇન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા સોમવારે રવાનગી કરશે.

જોકે હવે એવી માહિતી મળી છે કે રવાનગી પહેલા કેપ્ટન વિરાટ કોહલી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ નહીં થાય. સામાન્ય રીતે, ટીમ ઇન્ડિયા વિદેશ પ્રવાસ જતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરતી હોય છે જેમાં ટીમના કોચ અને કેપ્ટન સામેલ હોય છે. પરંતુ વર્લ્ડ કપ બાદથી જ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે મતભેદ થયા હોવાની અટકળો ફેલાઈ રહી છે તેથી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીથી આ મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો.

હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ વેસ્ટઇન્ડીઝના પ્રવાસે જતા પહેલા વિરાટ કોહલી થનારી પ્રેસ કોન્ફરન્સથી દૂર રહેવા માંગે છે. કારણે કે તેને લાગે છે કે પ્રેસ કોન્ફરન્સમાં વિવાદ સંબંધી સવાલ હાવી થઈ શકે છે. આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ પહેલા પણ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીએ એક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ આ વખતે વિદેશ પ્રવાસ પહેલા પ્રેસ કોન્ફરન્સ ટાળવામાં આવી રહી છે. એવા અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે ટી-૨૦ સિવાય ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડીઝ સામે ૩ વન ડે અને ૨ ટેસ્ટ મેચ સિરીઝ પણ રમશે.

Related posts

પાકિસ્તાન સામેની મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું : કેપ્ટન કોહલી

Charotar Sandesh

ક્રિકેટર શિખર ધવન અને આયાશા મુખર્જીના ૯ વર્ષના દાંપત્ય જીવન બાદ છુટાછેડા

Charotar Sandesh

વેસ્ટ ઇન્ડિઝે ભારત સામેની વનડે સિરીઝ માટે ટીમ જાહેર કરી, ક્રિસ ગેલનો સમાવેશ…

Charotar Sandesh