Charotar Sandesh
બોલિવૂડ

મને વારસામાં કઈ નથી મળ્યું, પટૌડી પેલેસ પણ ખુદની કમાણીથી છોડાવ્યો : સૈફ અલી ખાન

મુંબઈ : બે દશકથી ફિલ્મોમાં સક્રિય રહેનાર સૈફ અલી ખાનનું કહેવું છે કે તેને વારસામાં કઈ મળ્યું નથી. તેના પિતા ટાઇગર પટૌડી ઉર્ફે મંસૂર અલી ખાન પટૌડીના નિધન બાદ પટૌડી પેલેસ નિમરાણા હોટલ્સ પાસે ભાડા પર જતો રહ્યો. તેને તે પરત મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. સૈફ અલી ખાને આ ખુલાસો હાલમાં જ એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.
સૈફે કહ્યું કે અમન નાથ અને ફ્રાન્સિસ વેકઝર્ગ હોટલ ચાલવતા હતા. એક દિવસ ફ્રાન્સિસે પૂછ્યું કે શું તે પેલેસ પરત ઈચ્છે છે? જો એવું છે તો તે કહી દે. જ્યારે સૈફે પેલેસ પરત લેવાની ઈચ્છા જતાવી તો તેણે એક પ્રેસ કોન્ફ્રન્સ કરીને આ વાત જાહેર કરી દીધી કે તે પેલેસ પરત કરવા તૈયાર છે પરંતુ તેના માટે તેણે ઘણા બધા પૈસા આપવા પડશે.
સૈફએ કહ્યું કે, ‘સતત કમાઇને મેં પેલેસને છોડાવ્યો. એટલે કે મને જે ઘર વારસામાં મળવાનું હતું તેને પણ મેં ફિલ્મોથી થયેલ કમાણીથી પરત મેળવ્યું.’

Related posts

‘મુંબઈ સાગા’ નું શૂટિંગ જુલાઈથી શરૂ થશે, આવતા વર્ષે રિલીઝ થશે…

Charotar Sandesh

અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ધ બિગ બુલનું ડબિંગ કરશેઃ પ્રોડ્યુસર

Charotar Sandesh

છોરી ફિલ્મના રોલ માટે રોજ હોરર ફિલ્મો જોતી હતીઃ નુસરત ભરૃચા

Charotar Sandesh