Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

મમતા બેનર્જી બંગાળમાં ઘુસણખોરોના રક્ષક છેઃ શિવસેના

કોલકાતામાં મંગળવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમ્યાન ભડકેલી હિંસાને લઈને શિવસેનાએ પશ્વિમ બંગાળની મમતા સરકારને નિશાને લીધા છે. શિવસેનાએ ગુરૂવારે શિવસેનાએ મુખપત્ર સામનામાં મમતા બેનર્જીને પશ્વિમ બંગાળમાં ઘુસણખોરોનો રક્ષક ગણાવ્યા. બાંગ્લાદેશમાંથી લાખો ઘુસપેઠીઓ બંગાળમાં આવ્યા છે.
મમતા બેનર્જી આ ઘુસણખોરોનો વોટબેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સામનામાં કહેવામાં આવ્યું કે, મમતા બેનર્જી ચૂંટણી પ્રંચાર માટે આવતા ભાજપના નેતાઓ સાથે દાદાગીરી કરે છે. પરંતુ મમતા દીદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવે ત્યારે ભાજપ તેનો વિરોધ કરતી નથી. લોકતંત્રમાં તમામ લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે. જ્યારે પશ્વિમ બંગાળ ભારતનો અભિન્ન હિસ્સો છે. મહત્વપૂર્ણ છે કે, પશ્વિમ બંગાળના કોલકત્તામાં અમિત શાહની રેલીમાં ફેલાયેલી હિંસા બાદ બંગાળમાં રાજનીતિ ગરમાઈ છે.

Related posts

વિદેશી મદદ : જર્મનીએ મોકલ્યા ૧૨૦ વેન્ટિલેટર, અમેરિકાની ત્રીજી શિપમેન્ટ…

Charotar Sandesh

તમામ રેકોર્ડ ધ્વસ્ત, કોરોનાએ આતંક મચાવ્યો : ૨૪ કલાકમાં ૧.૦૩ લાખ કેસ નોંધાયા…

Charotar Sandesh

કોરોના કેર યથાવત્‌ : ૨૪ કલાકમાં ૧૮૩૩૯ કેસ, ૪૧૮ના મોત…

Charotar Sandesh