Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઈ-ભુવનેશ્વર એક્સપ્રેસે માલગાડીને પાછળથી ટક્કર મારી; 8 કોચ પાટા પરથી ઉતરી ગયા; 40થી વધુને ઈજા…

અકસ્માતમાં 6 મુસાફરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે…

ગાઢ ધુમ્મસના પગલે ટ્રેન અકસ્માત થયો હોવાનું કહેવાઈ રહ્યું છે…

કટક/ઓરિસ્સા : મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસે ગુરુવારે સવારે લગભગ 7 વાગે એક માલગાડીને પાછળથી ટક્કર મારી હતી. આ કારણે ટ્રેનના 8 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના કટકના નરગુંડી રેલવે સ્ટેશનની પાસે બની હતી. આ ઘટનામાં 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. જોકે હજી સુધી ટ્રેન કયા કારણોસર પાટ પરથી ઉતરી ગઈ તે જાણવા મળ્યું નથી. ઘટના સ્થળે પહોંચેલી ટીમે રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું છે. જોકે આ ઘટનામાં હજી સુધી કોઈ પણ મુસાફરનું મોત થયું હોવાની માહિતી નથી. અકસ્માતમાં 6 મુસાફરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતાની સાથે જ રેલવે એક્સિડેન્ટ મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ છે. અકસ્માતનું કારણ ગાઢ ધુમ્મસ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ ઘટના સ્થળે પહોંચેલી ટીમ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડી રહી છે.

સમગ્ર ઉતર ભારતમાં ધુમ્મસ પગલે હાલ વિઝીબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે. રેલવે અને વિમાન સર્વિસને આ કારણે ખૂબ જ અસર થઈ છે. ભારતીય રેલવેએ 16 જાન્યુઆરીએ અલગ-અલગ કારણોથી ઘણી ટ્રેનો રદ કરી છે. આ પૈકીની મોટા ભાગની ટ્રેન ગુરુવાર માટે સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ગાડીઓને આંશિક રૂપથી રદ કરવામાં આવી છે. આ સિવાય કેટલીક ટ્રેનના રૂટને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જે ટ્રેનને કેન્સલ કરવામાં આવી છે, તેમાં એક્સપ્રેસ, પેસેન્જર અને સુપર ફાસ્ટ ટ્રેનની સાથે સ્પેશિયલ ટ્રેન પણ છે.

Related posts

કોંગ્રેસ દેશભરમાં ૩૧ ઑક્ટોબરે, ૫ નવેમ્બરે ખેડૂત, મહિલા, દલિત વિરોધી દિવસની ઉજવણી કરશે

Charotar Sandesh

સમાધાન નહીં થાય તો ખેડૂતો ૨૬ જાન્યુઆરી દિલ્હી બોર્ડર પર જ ઉજવશે…

Charotar Sandesh

હિન્દુ આતંકવાદવાળું મારું નિવેદન ઐતિહાસિક સત્ય છેઃ હસન

Charotar Sandesh