Charotar Sandesh
સ્પોર્ટ્સ

મેસીનો લા લિગામાં ૩૫મી હેટ્રિકનો રેકોર્ડ, રોનાલ્ડોને પાછળ છોડ્યો…

પોર્ટુગલ : લિયોનેલ મેસ્સીએ લા લિગામાં ૩૫મી હેટ્રિકની સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. જેનાથી બાર્સિલોનાની ટીમ રિયલ માલોર્કાને ૫-૨થી હરાવીને ટોપ પર પહોંચી ગઈ છે. આ સાથે જ મેસ્સીએ હેટ્રિકને મામલામાં પોતાના પ્રતિદ્વંદ્વી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

મેસ્સીનાં ત્રણ ગોલ ઉપરાંત એન્ટોની ગ્રિજમેન અને લુઈસ સુઆરેઝે પણ બાર્સિલોના માટે એક-એક ગોલ કર્યો હતો. હાલના સત્રમાં મેસ્સી હવે સર્વાધિક ૧૨ ગોલ કરી ચૂક્યો છે. માલોર્કા તરફથી બંને ગોલ એન્ટે બુડમિરે કર્યા હતા. આ જીતથી બાર્સેલોનાની ટીમ ૧૫ મેચોમાં ૩૪ અંકની સાથે ટોચ પર પહોંચી ચૂકી છે. રિયલ મેડ્રિડ પણ ૧૫ મેચોમાં આટલાં જ અંક કરી શકી છે. પણ ખરાબ ગોલ અંતરને કારણે તે બીજા સ્થાને છે.

મેસ્સીએ અંતિમ મિનિટોમાં ગોલ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. મેસ્સી આ સિઝનમાં સ્પેનિશ લીગમાં અત્યાર સુધી સર્વાધિક ૧૨ ગોલ કરી ચૂક્યો છે. તેણે રિયલ મેડ્રિડના કરીમ બેંજમા (૧૧ ગોલ)ને પછાડી દીધો છે. લીગમાં મેસ્સીએ ૩૫મી વખત હેટ્રિક લગાવી છે. તો આ સિઝનમાં લીગમાં તેની ચોથી હેટ્રિક છે. પોતાના ક્લબ અને દેશ માટે ફૂટબોલનાં મેદાન પર શાનદાર પ્રદર્શન કરનાર આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસ્સીને હાલમાં દ રેકોર્ડ છઠ્ઠી વખત બૈલોન ડી ઓર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

Related posts

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આઈસીસી ટીમ ઓફ ધ ડેકેટની જાહેરાત કરી…

Charotar Sandesh

ધોનીના શાંત રહેવાને કારણે સીએસકે કેમ્પમાં વિશ્વાસ ઉભો થયોઃ શ્રીનિવાસન

Charotar Sandesh

સેહવાગની બાપ-બેટાની કોમેન્ટ પર અખ્તરે કહ્યું- તો તેને ગ્રાઉન્ડ અને હોટેલમાં મારતો

Charotar Sandesh