Charotar Sandesh
ઈન્ડિયા

રાજીવ ગાંધી હત્યાકાંડઃ આરોપીઓને છોડી મુકવાનો વિરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના સાત આરોપીઓને છોડી મુકવાની તામિલનાડુ સરકારના ૨૦૧૪ના નિર્ણયને વિરોધ કરતી અરજીને ગુરૂવારે ફગાવી દીધી છે. ૧૯૯૧માં પૂર્વ વડાપ્રધાનની સાથે માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ અરજી દાખલ કરી તામિલનાડુ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડયા રંજન ગોગોઇની અધ્યક્ષતા વાળી બેન્ચે ,‘આ મામલી બંધારણીય બેન્ચે નિર્ણયમાં તમામ પાસાઓઓ પર વિચાર કર્યો હતો, માટે આ મામલે હવે ખાસ કંઇ વધ્યું નથી.’
તત્કાલીન મુખ્યમંત્રી જે.જયલલિતા સરકારે ૨૦૧૪માં આ મામલે સાત આરોપીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તામિલનાડુના શ્રીપેરૂમ્બદુરમાં ૨૧ મે ૧૯૯૧ના રોજ હત્યા કરવામાં આવી હતી.
આ મામલો હવે રાજ્યપાલની પાસે પેન્ડંગ છે. હવે રાજ્યપાલ આ વાત પર અંતિમ નિર્ણય લેશે કે ૭ આરોપીઓને છોડી મુકવા કે નહીં. આ અરજી એસ અબ્બાસ નામના વ્યક્તએ કરી હતી. એસ અબ્બાસની માતાનું રાજીવ ગાંધીની હત્યા સમયે થયેલા બ્લાસ્ટમાં મોત નીપજ્યું હતું. બ્લાસ્ટ સમયે એસ અબ્બાસ આઠ વર્ષના હતા.
૨૦૧૪માં રાજ્ય સરકારે  હતું કે આરોપીઓ પહેલા જ ૨૫ વર્ષથી વધારે સજા કાપી ચુક્્યાં છે. અરજદારની દલીલ હતી કે તેમને આજીવન કેદની સજા મળી છે તો અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેવું જાઇ.

Related posts

લો બોલો, એક વ્યક્તિએ દારૂ પીધા પછી નશો ન ચડતા ગૃહમંત્રી પાસે ફરિયાદ કરી

Charotar Sandesh

પંજાબ નેશનલ બેંક કૌભાંડ : ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકાની કોર્ટે જેલમાં ધકેલ્યો…

Charotar Sandesh

દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો ૧૫ કરોડને પાર, પોઝિટીવિટી રેટ ઘટીને ૬.૪૭% થયો…

Charotar Sandesh