Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજ્યમાં એસીબીના ઇતિહાસનો સૌથી મોટો કેસ : અધિકારી પાસેથી ૧૦ કરોડની અધધ…સંપત્તિ મળી…

ખેત તલાવડી કૌભાંડ : રાજ્ય જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક પ્રવિણકુમાર સામે ૧૦ કરોડ ૫૪ લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો, પ્રવિણ પેમલે પુત્ર અને પરિવારના નામે સંપત્તિ ઊભી કરી હતી…

સુરત : એક વર્ષ પહેલાં આચરાયેલા ખેત તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ લીમીટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત એસીબી દ્વારા ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવિણકુમારે બોગસ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મિલીભગતમાં માત્ર કાગળ પર દર્શાવી હતી. જેને પગલે એસીબી દ્વારા પ્રવિણકુમારની ગત ૮ મેના રોજ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે

ઉલ્લેખનિય છે કે, એસીબીના અતિહાસનો આ સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલકતનો કેસ છે.
સમગ્ર કેસની વિગત એવી છે કે, મે ૨૦૧૮માં ગુજરાત જમીન વિકાસ લીમીટેડ ગાંધીનીગરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ જમીન વિકાસના કામોમાં લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી યોજનાઓની ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમિશન પેટે ઉચાપાત કરી હોવાની માહિતી મળી હતી. જેને લઈને એસીબી દ્વારા ગુજરાત જમીન વિકાસ લીમીટેડના જુદા-જુદા અધિકારીઓ પાસેથી હિસાબી રોકડ ૫૬.૨૦ લાખની રકમ મળી આવી હતી. જોકે, આ રકમ બાબતે સંતોષકારક ખુલાસો ન મળતા એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.

એસીબીએ તપાસ કરતા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની ગુજરાત જમીન વિકાસ લીમીટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર બાલચંદભાઈ પ્રેમલ દ્વારા ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતી આચરી કૌભાંડ આચર્યું હતું. જેને પલગે સુરત એસીબી દ્વારા વલસાડ, ડાંગ અને નવસારીમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ એસીબી દ્વારા પ્રવિણકુમારની ધરપકડ કરવામાં આવી હતી. સુરત એસીબીમાં જીએલડીસીના લગતા ૪૧ ગુના દાખલ થયેલા છે. જે પૈકી ૨૬ ગુનામાં પ્રવિણકુમારનું નામ આરોપી તરીકે છે. જેમાં કુલ ૨.૬૧ કરોડ રૂપિયાની ઉચાપાત કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પ્રવિણકુમારની અપ્રમાણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રવિણકુમાર અને તેના પરિવારજનો દ્વારા જુદા-જુદા એકાઉન્ટમાં ૪.૨૬ કરોડની રકમ જમા કરવામાં આવી હતી. જેમાંથી નોટબંધી બાદ ૪૫.૭૫ લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.એસીબી દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ ૧૦.૫૪ કરોડથી વધુની મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું હતું. જેથી એસીબીએ પ્રવિણકુમાર, તેની પત્ની દમયંતીબેન અને પુત્ર ચિરાગ સામે ૨૦૧.૬૨ ટકા વધુ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે.

Related posts

તૈયારી રાખજો : ડિઝલના ભાવ આસમાને પહોંચતા લક્ઝરી બસમાં મુસાફરી મોંઘી થશે

Charotar Sandesh

સુરત :  સી.આર.પાટીલના સ્વાગત બેનર પર કાળી શાહી લગાવાઈ…

Charotar Sandesh

ગૃહિણીઓને પડતાં પર પાટુ… શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા…

Charotar Sandesh