Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં કુલ ૮૩ ટકા વરસાદ,૧ વર્ષ સુધી પીવા-સિંચાઇના પાણીની સમસ્યામાંથી મુક્ત…

સરદાર સરોવરમાં પાણીની આવક વધતાં મધરાત્રીએ ફરી ૮ દરવાજા ખોલાયા

૧૫ ઑગસ્ટ સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,૨૪ કલાક દરમિયાન રાજ્યનાં ૨૬૮ તાલુકામાં શ્રીકાર વરસાદ

ગાંધીનગર,
રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થયો છે. પહેલી વારે આ સિઝનમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કચ્છમાં વરસ્યો છે. ગુજરાત પર સક્રિય લો પ્રેશરની સિસ્ટમ કચ્છ અને રાજસ્થાન વચ્ચે વરસી પડતા નખત્રાણા ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૬૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો ૮૩.૧૨ ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હવે આવનાર એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્ન ઉભો નહિં થાય.
ભારે વરસાદના કારણે રાજ્યમાં એસ.ટી.ના ૨૩ રૂટની ૭૭ ટ્રીપો રદ થઈ છે. વરસાદના પગલે રાજ્યના વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, અને જૂનાગઢ પંથક તરફ આવતી અને જતી બસોને અસર થઈ છે.
રાજ્યમાં અને ઉપવાસમાં સારા વરસાદને કારણે ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણી તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. મધરાત્રીએ ડેમમાં પાણીની સપાટી ૧૩૧.૬૫ મીટરે પહોંચી જેના લીધે સરદાર સરોવરના ૮ દરવાજા ફરી ખોલવામાં આવ્યા હતા. નર્મદા કાંઠાના ૨૩ ગામને એલર્ટ કરાયા છે.
તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જો કે ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ફરી ડેમના ૮ દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલમાં સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી ૧,૮૯,૨૪૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ૧,૨૩, ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૫ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથ અતિભારે વરસાદ પડશે. આગાહી મુજબ પાટણ, મહેસાણા, સાબરકાઠા, બનાસકાંઠા, ગાંધીનગર અમદાવાદમાં ભારે વરસાદ પડશે. જ્યારે અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, રાજકોટ,દ્વારકા, ગીરસોમનાથમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

Related posts

અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન શરૂ થશે : રિઝર્વેશનના વધુ ૧૫ રૂપિયા ચૂકવવા પડશે…

Charotar Sandesh

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેનને બતાવી શકે છે લીલીઝંડી…

Charotar Sandesh

પીએમ મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, આ બે શહેરોને ૪ મોટી ભેટ : જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

Charotar Sandesh