Charotar Sandesh
અજબ ગજબ ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ

રાત્રે સારી ઊંઘ લેવામાં ભારતીય સૌથી આગળ : ઈન્ટરનેશનલ સર્વે

ન્યુ દિલ્હી,
દુનિયાભરના ૬૨ ટકા વયસ્કોએ માન્યું છે છે કે, રાત્રે તે ઊંઘવા જાય છે. તો, તેમને સારી ઊંઘ નથી આવતી. અનિદ્રાની આદતને લઈ સૌથી ખરાબ હાલત દક્ષિણ કોરિયાની અને ત્યારબાદ જાપાનની છે. પરંતુ, ઈન્ટરનેશનલ સર્વેમાં ખુલાસો થયો છે કે, ભારતીય લોકો પૂરી દુનિયાને પછાડતા સારી ઊંઘ લેવાના મામલામાં સૌથી આગળ છે. ત્યારબાદ સાઉદી અરબના લોકો અને ત્રીજા નંબર પર ચીનના લોકો છે. આ સર્વે ફિલિપ્સ તરફથી ગ્લોબલ માર્કેટ રિસર્ચ ફર્મ કેજેટી ગ્રુપએ ૧૨ દેશોના ૧૮ વર્ષ અને સૌથી વધારે આયુ વર્ગના ૧૧,૦૦૬ લોકો પર સર્વે કર્યો.
સર્વેમાં વિશ્વના લગભગ ૬૨ ટકા વયસ્કોએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે, રાત્રે જ્યારે તે ઊંઘવા જાય છે તો, તેમને સારી ઊંઘ નથી આવતી. અનિદ્રાની આદતને લઈ સૌથી વધારે ખરાબ હાલત દક્ષિણ કોરિયાની અને બાદમાં જાપાનની છે. વિશ્વના વયસ્ક અઠવાડીયામાં રાત્રી દરમિયાન એવરેજ ૬.૮ કલાકની ઊંઘ લે છે. જ્યારે તે રજાના દિવસે રાત્રે ૭.૮ કલાકની ઊંઘ લે છે. સર્વેમાં સામે આવ્યું કે, પ્રત્યેક દિવસ આઠ કલાકની ઊંઘ પૂરી કરવા માટે ૧૦માંથી ૬ વયસ્ક (૬૩ કા) વીકેન્ડ્‌સમાં વધારે ઊંઘ લેવાનું પસંદ કરે છે.
સર્વેમાં સામેલ ૧૦માંથી ચાર લોકોએ જણાવ્યું કે, ગત પાંચ વર્ષમાં તેમની ઊંઘમાં ઘટાડો થયો છે. પરંતુ, ૨૬ ટકા લોકોનું કહેવું છે કે, તેમની ઊંઘ સારી થઈ છે, જ્યારે ૩૧ ટકા લોકોનું માનવું છે કે, ઊંઘ લેવાની આદતમાં કોઈ ફેરફાર નથી થયો.
ફિલિપ્સ ગ્લોબલ સ્લીપ સર્વે ૨૦૧૯ના રિપોર્ટ અનુસાર, કેનેડાના ૬૩ ટકા અને સિંગાપુરના ૬૧ ટકા લોકોમાં અનિદ્રાની સમસ્યા સૌથી વધારે છે.

Related posts

કોહલીએ સચિન-લારાનો રેકોર્ડ તોડી સૌથી ઝડપી ૨૦,૦૦૦ રન બનાવ્યા

Charotar Sandesh

અમેરિકાના ન્યુજર્સીમાં ૧૧ ઓગ. ૨૦૧૯ રવિવારના રોજ ”ઇન્ડિયા ડે પરેડ” યોજાશે…

Charotar Sandesh

પાંચ વર્ષની બાળકીએ ૧૦૫ મિનિટમાં ૩૬ પુસ્તકો વાંચી સર્જયો નવો વિશ્વવિક્રમ…

Charotar Sandesh