આબેએ મોદીને ચૂંટણીમાં જીતના અભિનંદન પાઠવી કહ્યું ભારત આવવા માટે ઉત્સુક છુ
ઓસાકા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઓસાકામાં G-૨૦ શીખર પરિષદમાં ભાગ લેવા જાપાનના ઓસાકા પહોંચ્યા હતા. અહીં જાપાનના વડાપ્રધાન શિન્જો આબેને તેઓ મળ્યા હતા. બન્ને દેશના વડાઓએ વૈશ્વિક અર્થતંત્ર, ભાગેડુ આર્થિક અપરાધીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેના મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં ભારતે જાહેર કર્યું કે ઓક્ટોબરમાં જાપાનના રાજા નારુહિતોના રાજ્યાભિષક વખતે ભારતના રાષ્ટ્રપતિ હાજર રહેશે.
જાપાનના રીવા યુગનો પ્રારંભ (નવા રાજાએ સિંહાસન સંભાળ્યું) અને વડાપ્રધાન મોદી સળંગ બીજા ટર્મ માટે ચૂંટાયા બાદ બન્ને દેશના પ્રમુખોની આ સૌપ્રથમ બેઠક હતી. મોદીએ ઓસાકામાં તેમનું તેમજ ભારતીય પ્રતિનિધિમંડળનું ઉમળકાભેર સ્વાગત કરવા બદલ આબેનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ય્૨૦ શીખર પરિષદની યજમાની બદલ જાપાનના નેતૃતવના વખાણ પણ કર્યા હતા.
દરમિયાન જાપાનના વડાપ્રધાન શિન્જો આબાએ પણ વડાપ્રધાન મોદીને સામાન્ય ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કહ્યું કે ભારત આવવા માટે તેઓ આતુર છે.
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, ‘બન્ને દેશના વડાઓ જૂના મિત્રો છે અને તેમણે દ્વીપક્ષીય સંબંધો પર ખૂબજ રચનાત્મક અને વિસ્તૃત ચર્ચા કરી હતી.’ આબેએ ય્૨૦ બેઠકમાં પોતાની અપેક્ષા અંગે જણાવ્યું હતું. વૈશ્વિક અર્થતંત્ર પર વધુ ભાર આપવા બન્ને રાષ્ટ્ર પ્રમુખોએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત આબેએ વડાપ્રધાન મોદીના અગાઉની ય્૨૦ શીખર પરિષદમાં ભાગેડુ આર્થિક ગુનેગારો અંગે નક્કર પગલાં લેવાની વાતને યાદ કરીને આ દિશામાં કંઈક કરવા જણાવ્યું હતું જેથી ભ્રષ્ટાચાર વિરોધી કામગીરીને વેગ મળી શકે. આ ઉપરાંત આબે અને મોદીએ જળવાયુ પરિવર્તન વિશે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
આ ઉપરાંત આબે અને મોદીએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન તેમજ વારાણસીમાં કન્વેન્શન સેન્ટરના નિર્માણ માટે પણ ચર્ચા કરી હતી. આ બન્ને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા સહમતી મેળવવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન મોદી આબે ઉપરાંત યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય ય્૨૦ દેશોના વડાઓને પણ મળશે. વડાપ્રધાન મોદી છઠ્ઠી ય્૨૦ શીખર પરિષદમાં ભાગ લઈ રહ્યા છે.