વડોદરા : વડોદરા શહેરના નિઝામપુરા રોડ ઉપર વાહનોનું ચેકીંગ કરતા બે નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ બંને ટ્રાફિક પોલીસના ડ્રેસમાં નવા ટ્રાફિકના નિયમોનો લાભ ઉઠાવી વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરતા હતા.
ટ્રાફિકના નવા નિયમોનો લાભ ઉઠાવી સુરત સચિન વિસ્તારના બે ભેજાબાજ નકલી પોલીસ બનીને વડોદરા આવી પહોંચ્યા હતા. અને ટ્રાફિક પોલીસનો ડ્રેસ પહેરીને નિઝામપુરા રોડ ઉપર ઉભા થઇ ગયા હતા. અને જે વાહન ચાલકો પસાર થાય તેઓને રોકતા હતા. અને નવા ટ્રાફિકના નવા નિયમો હેઠળ દંડના નામે પૈસા વસુલ કરતા હતા.ફતેગંજ પોલીસને કોઇ વાહન ચાલકને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. અને ખાતરી કર્યા બાદ બંને બોગસ પોલીસ બનેલા બે ભેજાબાજોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં વેશ ધારણ કરીને નિઝામપુરામાં વાહન ચાલકોને રોકીને નાણાં પડાવતા ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યા છે.