Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા એકનું મોત, ૨ ઈજાગ્રસ્ત…

વડોદરા : વડોદરામાં માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. વાઘોડિયામાં જરોદ-હાલોલ હાઈવે પર એક સ્વિફ્ટ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. કારમાંથી વિદેશ દારૂનો જથ્થો પણ ઝડપાયો છે. અકસ્માત થતા એક વ્યક્તિનું મોત જ્યારે અન્ય ૨ લોકોને ઇજા થઈ છે. જરોદ પાસે ખન્ડીવાડા નર્મદા કેનાલના બ્રીજ પર આ અકસ્માત થયો.
જરોદ-હાલોલ હાઈવે પર ખન્ડીવાડા નર્મદા કેનાલના બ્રીજ પરથી પસાર થતા સ્વિફ્ટ કાર એકાએક કન્ટેનરમાં પાછળના ભાગે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સીફ્ટ કારમાં ત્રણ લોકો સવાર હતા. અકસ્માત થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે અન્ય બે વ્યક્તિને નાના-મોટી ઇજા થઈ છે. જોકે ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ બાદ કારમાં વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. પોલીસે કારને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આણંદના BAPS સ્વામિનારાયણ મંદિરે પરંપરા અનુસાર ઠાકોરજીને અન્નકૂટ…

Charotar Sandesh

આણંદ : લોકડાઉનના પગલે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા…

Charotar Sandesh

સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભ આરંભ

Charotar Sandesh