લોકસભા ચૂંટણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ અને વીવીપેટની સ્લીપને મેચ કરવા વિશે સુનાવણી થઈ હતી. વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી પુનઃવિચારની અરજીને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. આ અરજીને ટીડીપી અને કોંગ્રેસ સહિત ૨૧ વિપક્ષી પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.આ પક્ષની માગણી છે કે ૫૦ ટકા વીવીપેટ સ્લીપને ઈવીએમ સાથે મેચ કરવાનો આદેશ ચૂંટણી પંચને આપવામાં આવે. સુનાવણી દરમિયાન ચંદ્રબાબૂ નાયડુ, ડી.રાજા. સંજય સિંહ અને ફારુક અબ્દુલા કોર્ટમાં હાજર હતા.
અરજી ફગાવી દેવા ચીફ જસ્ટસ રંજન ગોગોઈએ છે કે, કોર્ટમાં એકની એક વાતની વારંવાર સુનાવણી કેમ કરવી જાઈએ. સીજેઆઈએ કે, અમે આ મામલે દખલગીરી કરવા નથી માગતા.
નોંધનીય છે કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં પાંચ બૂથના ઈવીએમ અને વીવીપેટની સ્લીપની સરેરાશ મેચ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે આ વાતને માની પણ લીધી હતી. સુપ્રીમ કોર્ટે આ લોકસભા ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટને મેચ કરવામાં પાંચ ગણો વધારો કર્યો છે. કોર્ટે છે કે, દરેક ચૂંટણી ક્ષેત્રમાં ૫ વીવીપેટને ઈવીએમ સાથે મેચ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર એક વીવીપેટ મશીન મેચ કરવામાં આવતું હતું.
નોંધનીય છે કે અત્યાર સુધી ચૂંટણી પંચ ૪૧૨૫ ઈવીએમ અને વીવીપેટ મેચ કરતું હતું જે હવે સુપ્રીમ કોર્ટના આદેશ પછી વધીને ૨૦૬૨૫ ઈવીએમ અને વીવીપેટ મેચ કરવાના થશે. વર્તમાનમાં વીવીપેટ પેપેર સ્લીપ મેચ કરવા માટે દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ માત્ર એક ઈવીએમ વીવીપેટ સાથે મેચ કરવામાં આવતુ હતું. દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ એક ઈવીએમ મશીન એટલે અત્યાર સુધી કુલ ૪૧૨૫ ઈવીએમ વીવીપેટ સાથે મેચ કરવામાં આવતા હતા. પરંતુ હવે કોર્ટના આદેશ પછી એક વિધાનસત્રા ક્ષેત્ર દીઠ પાંચ ઈવીએમ લેખે ૨૦૬૨૫ ઈવીએમ અને વીવીપેટ મેચ કરવામાં આવશે. જ્યારે ૨૧ વિપક્ષી પાર્ટીઓએ સરેરાશ ૬.૭૫ લાખ ઈવીએમની વીવીપેટ સાથે સ્લીપ મેચ કરવાની માંગણી કરી હતી.