Charotar Sandesh
બોલિવૂડ

વેબ સિરિઝ સિટડલમાં પ્રિયંકા ચોપરા નજરે પડશે…

મુંબઇ : ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પરની વેબ સિરીઝ ‘સિટડલ’માં પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ ફેમ ડિરેક્ટર ડ્યુઓ રુસો બ્રધર્સની આ વેબ સિરીઝમાં પ્રિયંકા ચોપરાની સાથે રિચર્ડ મેડન પણ લીડ રોલમાં છે. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર આ ન્યૂઝ શેર કરતાં લખ્યું કે, ‘રિચર્ડ અને રુસો બ્રધર્સ સાથે કામ કરવા માટે રાહ જોઈ શકું એમ નથી. આ મલ્ટિ લેયર ગ્લોબલ ફ્રેન્ચાઇઝી ઇન્ડિયા, ઇટલી અને મેક્સિકોના લોકલ લેન્ગવેજ પ્રોડક્શન સાથે જોડાયેલ હશે. આ ખરેખર એક ગ્લોબલ કન્ટેન્ટ હશે.’

ઇન્ડિયન સિરીઝને રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે. ડેવલપ કરશે અને ‘એમેઝોન સ્ટુડિયોઝ’ સાથે પ્રોડ્યૂસ કરશે. આ શોનું અનાઉન્સમેન્ટ જુલાઈ ૨૦૧૮માં થયું હતું. અગાઉ ઇટલી અને ઇન્ડિયાના જ વર્ઝન રિલીઝ કરવાની જાહેરાત હતી પરંતુ હવે મેક્સિકોનું વર્ઝન પણ હશે.

Related posts

રાજ કુંદ્રાની ૨ ઓફિસ પર દરોડા, મુંબઈ ક્રાઈમ બ્રાંચને ૯૦ વીડિયો મળ્યા

Charotar Sandesh

કોઈ પણ યુવતીને ક્વીન બનવા માટે કિંગની જરૂર નથી હોતી : પ્રિયંકા ચોપરા

Charotar Sandesh

ફિલ્મોને લઈને આવો વિવાદ ઉભો કરવો યોગ્ય નથી : નાના પાટેકર

Charotar Sandesh