Charotar Sandesh
ઈન્ડિયા

સરકાર પોતાને મત નહિ આપનારાઓનું પણ ધ્યાન રાખે : પ્રણવ મુખરજી

જયપુર,
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે વિશાળ જનમતથી સત્તામાં આવનારા પક્ષે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે ચૂંટણીમાં પોતાને મત નહિ આપનારા મતદારોની સંખ્યા પણ ઘણી મોટી છે અને તેઓનું પણ ધ્યાન રાખવું જોઇએ. પ્રણવ મુખરજીએ અહીં રાજસ્થાન વિધાનસભામાં યોજાયેલા એક પરિસંવાદમાં જણાવ્યું હતું કે લોકસભાની ઘણી ચૂંટણીમાં કેટલાક પક્ષને ભારે બહુમતી મળે છે, પરંતુ કોઇપણ પક્ષને અત્યાર સુધીમાં કુલ મતના પચાસ ટકાથી વધુ મત નથી મળ્યા. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ કે ભાજપને લોકસભાની તાજેતરની કે અગાઉની ચૂંટણીમાં ક્યારેય દેશના કુલ મતના પચાસ ટકાથી વધુ મત નથી મળ્યા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતના મતદારો શાસક પક્ષને સંદેશો આપે છે કે અમે તમને સરકાર રચવા માટે જરૂરી બેઠકો જિતાડી આપી છે, પરંતુ એ વાત નહિ ભૂલતા કે તમને પચાસ ટકાથી વધુ મત નથી મળ્યા અને લોકશાહી ધરાવતા આ પ્રજાસત્તાક દેશમાં તમારે તમને મત નહિ આપનારા લોકોને પણ સાથે રાખીને આગળ વધવાનું છે. ભાજપને લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ૩૦૩ બેઠક મળી હતી, પરંતુ તેને કુલ મતના અંદાજે ૪૦ ટકા જ મત મળ્યા હતા. પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે ભારતની સંસદીય પદ્ધતિ ભારતીયોની મહેનત અને સંઘર્ષમાંના સફળ પ્રયાસનું પરિણામ છે.

Related posts

નિર્ભયા ગેંગરેપનાં આરોપીઓની ફાંસીની તૈયારીઓ શરૃ : ૧૬મીએ લટકાવી દેવામાં આવશે…

Charotar Sandesh

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉજ્જૈન પહોંચ્યા હતા.

Charotar Sandesh

નેપાળ રસ્તેથી સાત આતંકીઓ ભારતમાં ઘૂસ્યા : સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર…

Charotar Sandesh