Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

સરકારને રાહત : નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર…

જીએસટી કલેક્શનમાં ગત્‌ વર્ષની સરખામણીમાં ૬ ટકાનો વધારો નોંધાયો…

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧.૦૩ લાખ કરોડ રહ્યું, અગાઉ ઑક્ટોબર અને નવેમ્બરમાં ઘટાડો નોંધાયો હતો…

ન્યુ દિલ્હી : તાજા જાહેર થયેલાં સરકારી આંકડાઓ મુજબ, નવેમ્બર મહિનામાં જીએસટી હેઠળ ૧.૦૩ લાખ કરોડ રૂપિયાનો મહેસૂલ સંગ્રહ થયો. તેમાં કેન્દ્રીય જીએસટીનો હિસ્સો ૧૯,૫૯૨ કરોડ રૂપિયા જ્યારે રાજ્ય જીએસટી ૨૭,૧૪૪ કરોડ રૂપિયા રહ્યો છે. ઇન્ટિગ્રેટેડ ગુડ્‌ઝ અને સર્વિસ ટેક્સનાં રૂપમાં ૪૯,૦૨૮ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. સૅસનાં રૂપમાં ૭,૭૨૭ કરોડ રૂપિયા મળ્યા છે.

એક સત્તાવાર નિવેદન મુજબ આ વખતે નવેમ્બરમાં કેન્દ્રીય જીએસટીમાંથી ૧૯,૫૯૨ કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીમાંથી ૨૭,૧૪૪ કરોડ રૂપિયા, ઈન્ડિગ્રટેડ જીએસટીમાંથી ૪૯,૦૨૮ કરોડ રૂપિયા અને જીએસટી સૅસમાંથી ૭,૭૨૭ કરોડ રૂપિયા વસૂલાયા છે. ઈન્ડિગ્રટેડ જીએસટીમાંથી ૨૦,૯૪૮ કરોડ રૂપિયા આયાતમાંથી વસૂલ્યા છે. આ જ રીતે સેસની વસૂલીમાં ૮૬૯ કરોડ રૂપિયા આયાતિત માલ પર સેસથી પ્રાપ્ત થયા છે.
આની પહેલાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જીએસટી સંગ્રહમાં વાર્ષિક આધાર પર ઘટાડો નોંધાયો છે. નિવેદનમાં

કહેવામાં આવ્યુ છેકે, સ્થાનિક લેણ-દેણ પર જીએસટી સંગ્રહમાં ૧૨ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ વર્ષે જીએસટી મહેસૂલમાં સૌથી સારી માસિક વૃદ્ધિ થઈ છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર કરી ગયું, તે સરકાર માટે રાહત માનવામાં આવે છે. ઘણા કાપ છતાં જીએસટી કલેક્શન સતત ત્રણ મહિનાથી એક લાખ કરોડ રૂપિયાથી નીચે ચાલી રહ્યું હતું. ઓગસ્ટમાં તે ૯૮,૨૦૨ કરોડ રૂપિયા, ઓક્ટોબરમાં ૯૫,૩૮૦ કરોડ અને સપ્ટેમ્બરમાં ૯૧,૯૧૬ કરોડ રૂપિયા હતું.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૪૯૭૮ પોઝિટિવ કેસ : ૧૨૦ના મોત…

Charotar Sandesh

કેટલાક લોકો RSSને દેશનું પ્રતિક બનાવવા ઇચ્છે છે : સોનિયા ગાંધી

Charotar Sandesh

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ, આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે…

Charotar Sandesh