Charotar Sandesh
ગુજરાત

સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૨૨.૩૪ મીટરે પહોંચી…

૨૪ કલાકમાં રાજ્યના ૨૦૫ તાલુકામાં વરસાદ…

ભરૂચ,
ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં શુક્રવારે વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી હોવાથી સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૨૨.૪૧ મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૧૭,૯૨૮ ક્યુસેક પાણીની આવત થઈ રહી છે. જ્યારે ખેડૂતો માટે ડેમમાં ૬,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હાલ નર્મદા ડેમમાં ૧૬૦૦ એમસીએમ પાણીનો લાઇવ જથ્થો છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં આઠ સેન્ટિમીટરનો વધારો થયો છે. નર્મદા ડેમમાં જો દરવાજા ન હોત તો ડેમ હાલ ૪૯ સેન્ટીમીટરથી ઓવરફ્લો થતો હોત.
શુક્રવારે સવારે પૂરા થતા ૨૪ કલાકની વિગતો જોઈએ તો રાજ્યના ૩૨ જિલ્લાના ૨૦૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૬૫ શહેરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

Related posts

હાર્દિક પટેલને દિલીપ સાબવાએ ગણાવ્યો કોંગ્રેસની ટિકીટનો સોદાગર…

Charotar Sandesh

ગુજરાત સરકારે કરી 25 ટકા સ્કૂલ ફી માફ, ઈત્તર પ્રવૃત્તિની ફી અને શિક્ષકો માટે પણ કરી જાહેરાત…

Charotar Sandesh

સુરત ભાજપમાં ગાબડું : ૪૦૦ કરતાં વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા…

Charotar Sandesh