Charotar Sandesh
ઈન્ડિયા

સીએએનો ડર : ભારત છોડી બાંગ્લાદેશ ઘૂસતાં ૩૫૦ લોકો ઝડપાયા…

કોઇ નક્કર પુરાવા આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા…

ન્યુ દિલ્હી : નાગરિકતા સંશોધન બિલના વિવાદ વચ્ચે ભારત છોડી બાંગ્લાદેશ ગેરકાયદે ઘૂણખોરી કરી રહેલા કેટલાક લોકોની બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશએ ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ ભારત અને બાંગ્લાદેશની સરહદ પર આવેલા જેનૈદ જિલ્લાના મોહેશપુર વિસ્તારમાં રહેતા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર ભારતમાં નાગરિકતા સંશોધન બિલને લઇને સમગ્ર દેશમાં વિવાદ વકરી રહ્યો છે. ત્યારે ભારત છોડી ભારત અને બાંગ્લાદેશની સરહદ નજીક ભારતના જેનૈદ જિલ્લાના મોહેશપુર વિસ્તારમાં મહિલાઓ અને બાળકો સહિત ૩૫૦ લોકોની બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશે ગેરકાયદે ઘૂસણખોરી કરવાના આરોપમાં ધરપકડ કરી છે.

છેલ્લા એક મહિનાથી આ સિલસિલો યથાવત છે. તેમાંથી કેટલાય લોકો બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના જવાનોની નજર ચુકવી બાંગ્લાદેશમાં ઘૂસવામાં સફળ રહ્યાં છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના અધિકારીઓના જણાવ્યાં અનુસાર ભારતીય સંસદમાં સીએબી પાસ થયા બાદ ભારતમાંથી બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરી રહેલા લોકની સંખ્યા ઘણી વધી ગઇ છે.
બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના અધિકારીઓ અનુસાર ધરપકડ કરવામાં આવેલા મોટાભાગના લોકોએ દાવો કર્યો છે કે તેઓ રોજીરોટી કમાવવા ભારત આવ્યા હતા પરંતુ કોઇ નક્કર પુરાવા આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા.

બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના મેજર કમરૂલ ઇસ્લામે કહ્યું કે સરહદ પર અમે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. કોઇ પણ વ્યક્તિ ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરે નહી તેની પુરી તકેદારી રાખીએ છીએ પરંતુ ભારત-બાંગ્લાદેશની સરહદ પર કેટલાય વિસ્તારોમાં ફેન્સીંગ ન હોવાના કારણે સરહદ ખુલ્લી છે, અહીંથી જ ગેરકાયદે રીતે લોકો અવરજવર કરે છે, તેમાંથી અમે કેટલાક લોકોની ધરપકડ કરી છે.

Related posts

હવે દિલ્હીમાં માસ્ક નહી પહેરનારે ૨૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે…

Charotar Sandesh

આગામી હિન્દી ‘કલંક’નો હાલ જાેરદાર રીતે પ્રચાર ચાલી રહ્યો છે

Charotar Sandesh

ભારતની અર્થવ્યવસ્થાને એક માણસ પોતાની મરજીથી ન ચલાવી શકે : રઘુરામ રાજન

Charotar Sandesh