Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

સ્મૃતિ ઇરાની ભોંઠા પડ્યાઃ ખેડૂતોને પૂછ્યુ લાન માફ થઇ,ખેડૂતોએ કહ્યું હા થઇ ગઇ

કેÂન્દ્રય મંત્રી સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણી માટે મધ્યપ્રદેશમાં પ્રચાર કરવા આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી પર તેમની એક ટિપ્પણી તેમના પર જ ભારે પડી હતી. ભોપાલથી ૨૦૦ કિલોમીટર દૂર અશોકનગરમાં એક રેલીને સંબોધિત કરતા ભાજપના નેતા ઈરાનીએ લોકોને પૂછ્યું કે રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણીઓમાં ખેડૂતોની લોન માફી આપવાનું વચન આપ્યું હતું, શું તે થયું. તેના પછી રેલીમાં હાજર રહેલા લોકોએ જવાબ આપ્યો હતો ‘હા, હો ગયા.’ સ્મૃતિ ઇરાનીએ ફરી પૂછ્યું અને ભીડે પણ જવાબ આપ્યો, ‘હા, હો ગયા.’ તેનો વીડિયો મધ્ય પ્રદેશ કોંગ્રેસે ટ્‌વટર પર શેર કર્યો છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસે ટ્‌વટર પર વીડિયો શેર કરી લખ્યું કે સ્મૃતિ ઇરાનીની મજાક ઉડી છેઃ સ્મૃતિ ઇરાનીએ મધ્યપ્રદેશના અશોકનગરમાં મંચ પર પૂછ્યું કે શું ખેડૂતોની લોન માફ થઈ છે? તો તમામ લોકોએ જવાબ આપ્યો કે હા થઇ છે. સાથે જ લખ્યું છે કે હવે જનતા પણ આ વાતનો સીધી રીતે જવાબ આપવા લાગી છે.
અમેઠીથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પણ ખેડૂતોની લોન માફીનું વચન આપ્યું છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ખેડૂતોની દુર્દશાના ઘણા સંદર્ભો જાવા મળે છે. પાર્ટીએ ખેડૂતો માટે અલગથી બજેટ શરૂ કરવાનું પણ વચન આપ્યું છે.

Related posts

પહેલાની સરકારોની નીતિઓને કારણે નાનો ખેડૂત બર્બાદ થયો : મોદી

Charotar Sandesh

વડાપ્રધાન મોદી પરની બાયોપિક’ PM નરેન્દ્ર મોદી’ હવે આ તારીખે થશે રીલિઝ

Charotar Sandesh

શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ હંગામો : વિપક્ષનું ‘વૉકઆઉટ’

Charotar Sandesh