રીનાના પિતા અને ભાઈએ આરોપ લગાવ્યો હતો કે, બંનેનુ અપહરણ કરીને તેમના લગ્ન મુÂસ્લમ સાથે કરાવી દેવાયા છે.
જાકે આ મામલામાં બંને બહેનોએ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કÌš હતુ કે, અમે હિન્દુ પરિવારમાંથી છે પણ ઈસ્લામિક ઉપદેશથી પ્રભાવિત થઈને ધર્મ બદલ્યો છે.જાકે રીના અને રવિનાના પિતા બળજબરથી ધર્માંતરણની વાત પર કાયમ છે.
હાઈકોર્ટે પાંચ વ્યÂક્તઓનુ તપાસ પંચ બનાવીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં માનવધિકારી મંત્રી શિરીન માજરી, પ્રખ્તાય મુÂસ્લમ વિદ્વાન મુફ્તી તાકી ઉસ્માની, પાકિસ્તાન માનવઅધિકાર પંચના અધ્યક્ષ મહેંદી હસન, રાષ્ટÙીય મહિલા આયોગના ખવાર મુમતાઝ અને પત્રકાર રહેમાન વાલેનો સમાવેશ થતો હતો.
આ પંચ પણ એવા તારણ પર આવ્યુ હતુ કે, બંને બહેનોનુ બળજબરીથી ધર્માંતરણ થયુ નથી.
હોળીના દિવસે રીના અને રવિનાનુ અપહરણ કરાયા બાદ એક વીડિયો બહાર આવ્યો હતો. જેમાં એક મૌલવી બંને બહેનોનો નિકાહ કરાવતો નજરે પડ્યો હતો.